રેલવે સ્ટેશન પર માત્ર લાઈટ ઓન-ઓફ કરવા માટે મળશે 1.6 લાખ રુપિયા

0
1020

નવી દિલ્હીઃ રેલવે સ્ટેશન પર માત્ર લાઈટ ચાલુ કરવા માટે બંધ કરવા માટેની નોકરી આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ કામ માટે પ્રતિ માસ 1.6 લાખ રુપિયા સેલરી આપવામાં આવશે. કર્મચારીને આટલી રકમ માત્ર ફ્લોરોસેન્ટ લાઈટ ઓન કરવા માટે અને શીફ્ટ પૂરી થવા પર તેને ઓફ કરવા માટે મળશે. રોચક વાત એ છે કે આ કામ કોન્ટ્રાક્ટના આધાર પર નહી થાય પરંતુ આ એક સ્થાયી નોકરી હશે. સાથે જ કર્મચારીને આગળ પેન્શન પણ મળશે.

પ્રતીકાત્મક તસવીર

આ અનોખો મામલો સ્વીડનનો છે. વાત એમ છે કે ત્યાં ગોથેનબર્ગ શહેરમાં બે નવા સ્ટેશનોની ડિઝાઈન માટે એક પબ્લિક આર્ટ એજન્સીએ સ્પર્ધા યોજી હતી. કલાકાર સાઈમન ગોલ્ડિન અને જૈકબ સેનેબીએ આ સ્પર્ધા જીતી હતી અને ત્યારબાદ સ્વીડિશ સરકારે આશરે 4.50 કરોડ રુપિયા પુરસ્કાર તરીકે આપ્યાં.

બંને કલાકારોએ ત્યારબાદ આ રકમથી લાઈટ ઓન-એફ કરનારા કર્મચારીને વેતન આપવાનો નિર્ણય કર્યો અને વેકેન્સી જાહેર કરી. હકીકત એ છે કે આ કામ માટે દુનિયાભરમાંથી કોઈપણ અરજી કરી શકે છે. આ અરજી વર્ષ 2025માં શરુ થશે જ્યારે તેના બીજા વર્ષે એટલે કે 2026માં કર્મચારીની નિયુક્તિ થશે. અત્યારે કોર્સવેગન સ્ટેશનનું કામ ચાલું છે.

ગોલ્ડિન અને સેનેબીએ આ કામને ઈન્ટર્નલ એમ્પલોયમેન્ટ ગણાવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કર્મચારીને ડ્યૂટી દરમિયાન ઉપસ્થિત રહેવું જરુરી હશે. તે જો ઈચ્છે તો આરામ કરી શકે છે, ટીવી જોઈ શકે છે અથવા તો સૂઈ પણ શકે છે. ઉપરથી આ કામ માટે આ કલાકારોએ કોઈ વિશેષ યોગ્યતા પણ માગી નથી.
રિપોર્ટ્સમાં બંને આર્ટિટ્સના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કામ ન થવા પર કોઈપણ કર્મચારી બહાર થઈ શકે છે, પછી ભલે ઈચ્છે તો પોતાની કલાનો ઉપયોગ કરી શકે છે. તે તેના સીવાય અન્ય પણ કામ કરી શકે છે. અમારો ઉદ્દેશ્ય લોકોને માત્ર અને માત્ર શ્રમનું મહત્વ સમજાવવાનો છે.