ચંદ્ર પર હોઈ શકે છે મૂલ્યવાન ધાતુનો ભંડાર: અભ્યાસ

ટોરંટો- ઘરતી અને ચંદ્ર પર મૂલ્યવાન ધાતુઓ હોવા અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસ મુજબ, પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહના ગર્ભમાં મૂલ્યવાન ધાતુઓનો મોટો ભંડાર હોય તેવી શકયતા છે. કેનેડાના હલહોજી વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર જેમ્સ બ્રેનનનું કહે છે કે, અમે ચંદ્ર પર વર્તમાન જ્વાળામુખી પત્થરોમાંથી મળી આવતા સલ્ફરના સંબંધમાં ચંદ્રના ગર્ભમાં છુપાયેલ આયરન સલ્ફેટ સાથે જોડવામાં સફળતા મળી છે.

 

પ્લેટિનમ જેવા કિંમતી ધાતુઓનો ભંડાર ચંદ્ર પર

બ્રેનન નું કહે છે કે, ધરતી પર રહેલા ધાતુના ભંડરની તપાસ અને વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, પ્લેટિનમ અ પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓની હાજરી માટે આયરન સલ્ફાઈડ અત્યંત મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, ચંદ્રનું નિર્માણ ધરતી પરથી નીકળેલા એક મોટા ગ્રહના આકારના ગોળાથી અંદાજે 4.5 અબજ વર્ષ પહેલા થયું છે.

ચંદ્રની ચટ્ટાનોમાં સલ્ફરની હાજરી

ચંદ્ર અને ધરતીના ઈતિહાસમાં સમાનતાને કારણે એવું માનવામાં આવે છે કે, બંન્નેની બનાવટ મળતી આવે છે. નેચર જિયોસાયન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં ચંદ્રને લઈને કરવામાં આવેલા અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રેનને કહ્યું કે, અમારા પરિણામો દર્શાવે છે કે, ચંદ્રની ચટ્ટાનોમાં સલ્ફરની હાજરી, તેમના ગર્ભમાં આયરન સલ્ફાઈડની ઉપસ્થિતિનો મહત્વનો સંકેત છે. અમારુ માનવું છે કે, જે સમયે લાવા બન્યો ત્યારે કોઈ બહુમૂલ્ય ધાતુઓ નીચે દટાઈ ગઈ.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચંદ્ર તરફ વિશ્વની દિલચસ્પી વધી

છેલ્લા કેટલાક સમયથી ચંદ્રને લઈને સમગ્ર વિશ્વની દિલચસ્પી વધી છે. ભારતનું ચંદ્રયાન-2 મિશનો ઉદેશ્ય પણ ચંદ્ર અંગે વધુમાં વધુ જાણકારી મેળવવાનો છે. ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકોનો પ્રયત્ન છે કે, ચંદ્ર પરથી ઉપલબ્ધ જાણકારીનો પ્રયોગ સામાન્ય જનજીવનમાં સુધારો લાવવા માટે કરી શકાશે. રશિયા, અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશો પણ ચંદ્રને લઈને કેટલાક મહત્વકાંક્ષી મિશન પર કામ કરી રહ્યા છે.