આતંકી હુમલા બાદ શ્રીલંકામાં નકાબ પર પ્રતિબંધ લાગુ થયો

કોલંબોઃ શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા બોંબ વિસ્ફોટને ધ્યાને રાખીને સાર્વજનિક સ્થાનો પર મુસ્લિમ મહિલાઓના નકાબ પહેરવા પર લગાવેલો પ્રતિબંધ આજથી લાગુ થઈ ગયો છે. પ્રતિબંધ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા ઈમરજન્સી શક્તિઓનો પ્રયોગ કરતા જાહેર કરવામાં આવેલા નિયમો અંતર્ગત લગાવવામાં આવ્યો છે. આ પહેલાં ઘણાં યૂરોપીય દેશોમાં પણ બુરખા અને નકાબ પર પ્રતિબંધ લગાવવામાં આવી ચૂંક્યો છે.

રાષ્ટ્રપતિએ આ નિયમની જાહેરાત કરી હતી જે અંતર્ગત ચહેરાને ઢાંકનારો કોઈપણ પ્રકારનો પોષાક પહેરવા પર રોક લગાવી દેવામાં આવ્યો છે. આનાથી એક સપ્તાહ પહેલા શ્રીલંકાના ત્રણ ચર્ચ અને 3 આલીશાન હોટલોમાં થયેલી સીરીયલ બ્લાસ્ટમાં 250 થી વધારે લોકો માર્યા ગયાં હતાં અને 500 થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. સિરિસેનાના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે. કોઈને પોતાનો ચહેરો ઢાંકીને પોતાની ઓળખ મુશ્કેલ ન બનાવવી જોઈએ.

પ્રાપ્ત વિગતો અનુસાર ઈમરજન્સી નિયમો અંતર્ગત આ પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત ચહેરાને ઢાંકનારા કોઈપણ પ્રકારના પડદાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિની ઓળખ કરવામાં સમસ્યા ન આવે અને રાષ્ટ્ર તેમજ જન સુરક્ષા માટે કોઈ સંકટ પેદા ન થાય, તેના માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આદેશમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ કસોટી તેનો ચહેરો સ્પષ્ટ દેખાવો તે છે. આમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ આ નિર્ણય શાંતિપૂર્ણ અને સમન્વિત સમાજ સ્થાપિત કરવા માટે લીધો છે, જેથી કોઈપણ સમુદાયને કોઈ અસુવિધા પણ ન થાય, અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. શ્રીલંકામાં મુસ્લિમોની આબાદી 10 ટકા છે અને તે હિંદુઓ બાદ બીજા સૌથી મોટા અલ્પસંખ્યક છે. શ્રીલંકામાં આશરે 7 ટકા ઈસાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]