આખરે કોણ છે ટ્રમ્પ જેવી દેખાતી આ મહિલા, ફોટો થઈ રહ્યો છે વાયરલ

મેડ્રીડઃ સોશિયલ મીડિયા પર આજકાલ એક મહિલાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેણે પોતાના ખભા પર પાવડો મૂકેલો છે. આ મહિલા ખેતરમાં ઉભી છે અને તેનો ચહેરો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળતો આવે છે. ત્યારે અત્યારે એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે આ ફોટો કોનો છે અને તે ક્યાંથી આવ્યો અને આ મહિલા છે કોણ?

નોર્થ-વેસ્ટ સ્પેનમાં એક જર્નલિસ્ટે રિપોર્ટિંગ માટે ગ્રામીણ ક્ષેત્ર Cabana de Bergantiños નો પ્રવાસ કર્યો હતો. જ્યાં તે જર્નલિસ્ટ એક ફાર્મિંગ આર્ટિકલ પર રિસર્ચ માટે Dolores Leis Antelo નામની એક મહિલાને મળી હતી. આ મહિલાનો ચહેરો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળતો આવે છે. આ મહિલાનું નામ Antelo છે અને તે ખેડુત છે.

જર્નલિસ્ટે ઈન્સ્ટાગ્રામ પર તેમનો ફોટો શેર કર્યો હતો જેમાં ખેડુત મહિલાએ પોતાના ખભા પર પાવડો મુકેલો છે. ફોટો પર સારા રિસ્પોન્સ આવ્યા. મહિલાના લુકને યૂએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો ગણાવવામાં આવ્યો. જોત જોતામાં જ આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો.

એન્ટિલો નામની આ મહિલાને લગ્નના 40 વર્ષ થયા અને ત્યારથી જ તે આ ગામમાં રહે છે. તેમની પાસે પોતાનું કમ્પ્યુટર અથવા ફોન નથી. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આમ છતા મહિલા અત્યારે સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી બની ગઈ છે.

આ મહિલાના ફોટોને ટ્વિટર પર #SenoraTrump હેશટેગ સાથે ખૂબ વાયરલ કરવામાં આવ્યો. ત્યાર બાદ આ મહિલાના ઘણા પત્રકારોએ ઈન્ટરવ્યુ પણ કર્યા. વાયરલ ફોટા મામલે એન્ટિલોએ જણાવ્યું કે મારા ફોટો ખૂબ દૂર-દૂર સુધીનું અંતર કાપ્યું છે.