અમેરિકા તૈયાર કરી રહ્યું છે ‘ભવિષ્યનું યુદ્ધ ક્ષેત્ર’, રચી સ્પેસ વિંગ

વોશિંગ્ટન- અમેરિકાએ ‘ભવિષ્યના યુદ્ધ ક્ષેત્ર’ અંતરિક્ષમાં પોતાના હિતોનું રક્ષણ કરવા માટે અંતરિક્ષ કમાનની સ્થાપના કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે અધિકારીક રીતે આ કમાનને ઔપચારિક રૂપે લોન્ચ કર્યું. અમેરિકન અંતરિક્ષ કમાનના કમાન્ડર તરીકે જનરલ જોન ડબ્લ્યૂ રેમન્ડને નિયૂક્ત કરવામાં આવ્યાં છે. આ કમાનની સ્થાપના અમેરિકન સેનાની 11મી એકીકૃત લડાકૂ કમાન તરીકે કરવામાં આવી. વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં આયોજિત ઔપચારિક સમારોહમાં ટ્રમ્પે કહ્યું કે આ મોટી પહેલ છે. નવગઠિત લડાકૂ કમાન સ્પેસકોમ અંતરિક્ષમાં અમેરિકાના હિતોનું રક્ષણ કરશે….જે આગામી યુદ્ધ ક્ષેત્ર હશે.

ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે, રશિયા અને ચીન અંતરિક્ષમાં અમેરિકા માટે સંભવિત ખતરો ઉભો કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, હવે જે કોઈ પણ અમેરિકાનું અહિત કરવાની ઈચ્છા રાખશે…અમને અંતરિક્ષમાં પડકાર આપવાનો પ્રયત્ન કરશે, તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે. અમારા વિરોધીઓ અનેક ટેકનોલોજીની મદદથી અમેરિકાના ઉપગ્રહોને નિશાન બનાવીને પૃથ્વીની કક્ષાઓમાં શસ્ત્રીકરણ કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે જમીન, હવા,પાણી અને સાયબર જગતને યુદ્ધના ક્ષેત્રના રૂપમાં ઓળખ્યા છે, અને હવે અમે અંતરિક્ષને એક સ્વતંત્ર ક્ષેત્ર સમજીશું જેના પર એક્કીકૃત લડાકૂ કમાન દેખરેખ રાખશે. મહત્વનું છે કે, અમેરિકન અંતરિક્ષ કમાનની બીજી વખત સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 1985થી 2002 વચ્ચે પણ આ અસ્તિત્વમાં હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]