ગાયક મીકા સિંહની દુબઈમાં ધરપકડ; સગીર વયની છોકરીને વાંધાજનક તસવીરો મોકલવાનો મામલો છે

0
1268

દુુબઈ – બોલીવૂડના જાણીતા ગાયક મીકા સિંહની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે.

રિપબ્લિક ટીવીના અહેવાલ અનુસાર, દુબઈમાં 17 વર્ષની એક છોકરીને તસવીરો વાંધાજનક તસવીરો મોકલવાના ગુનાસર એને જેલમાં પૂરી દેવામાં આવ્યો છે.

મીકા સિંહનું ગીત ‘આંખ મારે’ આજે સવારે જ રિલીઝ કરવામાં આવ્યું હતું.

બ્રાઝિલની એક છોકરીની જાતીય સતામણી કરવાનો મીકા સિંહ પર આરોપ મૂકાયો છે.

તે છોકરીએ જ મુરક્કાબાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મીકા સિંહને બુર દુબઈમાં આવેલા એક બારમાંથી સવારે લગભગ 3 વાગ્યે પકડવામાં આવ્યો હતો.

મીકા સિંહને ત્યારબાદ અબુ ધાબી જેલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ ગાયક બોલીવૂડને લગતા એક કાર્યક્રમ અંગે દુબઈ આવ્યો છે.

મીકા સિંહની ધરપકડના સમાચાર વિશે ન્યૂઝ ચેનલે પૂછતાં દુબઈ પોલીસે સમર્થન આપ્યું હતું.