ભારતીય દૂતાવાસના હસ્તક્ષેપ બાદ મીકા સિંહને અબુ ધાબીની જેલમાંથી છોડી મૂકાયો

0
1009

દુબઈ – બોલીવૂડના વિવાદાસ્પદ ગાયક મીકા સિંહને યુએઈની જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. બ્રાઝિલની 17 વર્ષની એક મોડેલ છોકરીને વાંધાજનક તસવીરો મોકલવાના ગુનાસર મીકા સિંહની દુબઈ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી.

અબુ ધાબી સ્થિત ભારતીય દૂતાવાસની દરમિયાનગીરીને પગલે મીકા સિંહને આજે છોડી મૂકવામાં આવ્યો છે. આ જાણકારી યુએઈ સ્થિત ભારતીય રાજદૂત નવદીપ સિંહ સુરીએ ગલ્ફ ન્યૂઝને આપી હતી.

સુરીએ કહ્યું કે મીકા સિંહને હવે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

સુરીએ કહ્યું કે મીકાની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસો એમને અબુ ધાબી લઈ ગયા હતા, કારણ કે ફરિયાદી છોકરી પાસે અબુ ધાબીના રેસિડન્સ વિઝા છે.