પાક. વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ…

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સર્જાયેલા રાજકીય યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને ઈમરાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. રેહમ ખાને કહ્યું કે ઈમરાનને ગેરકાયદેસર પૈસા મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, રેહમે એક ટ્વીટમાં કહ્યું કે ઈમરાન ખાનને ઓસ્ટ્રેલિયાની એક કંપની પાસેથી ફંડ મળી રહ્યું છે પરંતુ તેમણે રકમ કેટલી છે એ મામલે કશું કહ્યું નથી.
ટ્વીટમાં રેહમ ખાને કહ્યું કે પીટીઆઈ(પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પાર્ટી) ના ચેરમેન ઈમરાન ખાનના હસ્તાક્ષર સાથે અમેરિકામાં બે કંપનીઓ રજીસ્ટર્ડ છે અને તેમનું લક્ષ્ય અમેરિકાથી ગેરકાયદેસર ફંડીંગ પ્રાપ્ત કરવાનું છે. એક કંપની ઓસ્ટ્રેલિયામાં રજીસ્ટર્ડ છે જેનું નામ “ઈનસાફ ઓસ્ટ્રેલિયા ઈંક” છે.
રેહમ ખાને આગળ કહ્યું કે આંતરરાષ્ટ્રીય નિગમિત કંપનીઓથી પ્રાપ્ત કરેલું આ ધન કાયદા અંતર્ગત પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે તેઓ આની સાથે જોડાયેલા પુરાવાઓ જલ્દી જ સાર્વજનિક કરશે. રેહમે પોતાની “You Tube” ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરીને પીટીઆઈને થનારા ફંડિંગ અને પાકિસ્તાન ચૂંટણી આયોગમાં દાખલ આ મામલા સાથે સંબંધિત મામલાઓની જાણકારી આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]