3 પ્રતિષ્ઠિત વ્યકિતને ફાંસી દેશે સાઉદી અરબ? ક્રાઉન પ્રિન્સ સામે ચલાવી હતી ઝૂંબેશ

નવી દિલ્હીઃ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રમઝાન પૂર્ણ થતા જ સાઉદી અરબના ત્રણ પ્રમુખ સ્કોલરને મોતની સજા આપવામાં આવશે. આમાં સલમાન અલ અવદાહ આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનારા સુધારવાદી છે, અવદ અલ કરની ઉપદેશક, એકેડમિક અને લેખક છે, જ્યારે અલી અલ ઓમારી એક જાણીતા બ્રોડકાસ્ટર છે. આ લોકો પર કથિત રીતે આતંકવાદના આરોપ લાગેલા છે.

મિડલ ઈસ્ટ આઈના રિપોર્ટમાં સરકારી સૂત્રો અને એક આરોપીના સ્વજનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રમઝાનનો મહિનો પૂર્ણ થતા જ તેમને દોષી કરાર આપવામાં આવશે અને મોતની સજા સંભળાવવામાં આવશે. અધિકારિક રુપે આ મામલા પર અત્યારે સરકારની કોઈ પ્રતિક્રિયા નથી આવી.

મીડિયા રિપોર્ટમાં એક સરકારી સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ગત મહિને સાઉદી અરબમાં 37 લોકોને મોતની અજા આપવી એક ટ્રાયલ બૈલૂન હતું. આનાથી એ અનુમાન લગાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર થનારો વિરોધ કેટલો અસરકારક છે.

સાઉદીના લાંબા સમય સુધી વિપક્ષી ચહેરા રહેલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ગલ્ફ અફેર્સના પ્રમુખ અલી અલ અહમદનું કહેવું છે કે ત્રણ પ્રમુખ લોકોનો જીવ લેવો એવો અપરાધ છે કે જેનાથી સાઉદી નાગરિકોને આત્મસમર્પણ માટે ડરાવવામાં આવી રહ્યા છે.

જો કે એક સાઉદી માનવાધિકાર સંગઠનના ફાઉન્ડર યાહયા અસિરીએ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. પરંતુ સાથે જ કહ્યું છે કે અધિકારીઓની ક્ષમતા બહાર કશું જ નથી. ત્રણેય વ્યક્તિ અત્યારે ક્રિમિનલ સ્પેશિયલ કોર્ટ રિયાધમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે. આ લોકોને સપ્ટેમ્બર 2017માં ક્રાઉન પ્રિન્સ સલમાનના કથિત ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં એરેસ્ટ કરવામાં આવ્યા હતા.