પુતિને કર્યાં કિમ જોંગ ઉનના વખાણ, તાનાશાહને ગણાવ્યાં સમજદાર નેતા

નવી દિલ્હીઃ નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે તે સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના વખાણ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કિમને સમજદાર અને પરિપક્વ રાજનેતા ગણાવ્યાં છે.  પરમાણુ હથિયારોને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને કિમ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ જ છે ત્યારે પુતિનનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય વિવાદને વકરાવી રહ્યાં છે.

 

 

 

 

 

 

પુતિને કિમના વખાણ કરતા જણાવ્યું કે નોર્થ કોરિયાના કિમ જોંગ ઉને પોતાના પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામ દ્વારા પશ્ચિમ વિરૂદ્ધના રાઉન્ડને જીતી લીધો છે. જો કે રશિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ વિરૂદ્ધ લાગેલા આંતરરાષ્ટ્રિય પ્રતિબંધોના પક્ષમાં વોટ કર્યો હતો.

પુતિને જણાવ્યું કે કિમ એક ખાસ રણનીતિ અંતર્ગત કામ કરી રહ્યાં છે અને તેમની મિસાઈલ ક્ષમતાની પહોંચ આખી દુનિયા સુધી છે જે 13 હજાર કિલોમીટર સુધીના ગ્લોબ પણ કોઈપણ જગ્યાને નિશાન બનાવવા માટે સક્ષમ છે. પુતિને આ નિવેદન એક સ્થાનિક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવી હતી.