સીરિયાઈ વિદ્રોહીઓને સહાય મુદ્દે UN અને અમેરિકા સાથે રશિયાનો વિવાદ

મોસ્કો- ગૃહયુદ્ધ અને આતંકવાદથી ત્રસ્ત સીરિયાના અશાંત ક્ષેત્રોમાં માનવીય સહાય પહોંચાડવાને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતનો અમેરિકા અને અન્ય પશ્ચિમિ દેશોના રાજદૂત સાથે વિવાદ થયો છે.

રશિયાના રાજદૂત વેસિલી નેબેંજિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જણાવ્યું કે, વર્તમાન શાસનાદેશ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. અને તેના વર્તમાન સ્વરુપને જોતા તેને યથાવત રાકવામાં આવે તેવી કોઈ જ શક્યતા નથી જણાઈ રહી. કારણકે આ શાસનાદેશ સીરિયાની સંપ્રભૂતાને ઓછી કરે છે.

સુરક્ષા પરિષદ વર્ષ 2014થી સીરિયામાં સરહદ પાર સહાયતા પહોંચાડતું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતા પ્રમુખ માર્ક લોકોકે સુરક્ષા પરિષદના સદસ્યોને જણાવ્યું કે, મહાસચિવ એન્ટોનિયો ગુતરેસે એમ કહીને શાસનાદેનને રિન્યૂ કરવા જણાવ્યું કે, લોકોના જીવન બચાવવા માટે આ આવશ્યક છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2017ના 10 મહિનામાં સરેરશ દર મહિને 7 લાખ 50 હજારથી વધુ લોકો સુધી સંયુક્ત રાષ્ટ્રએ સરહદ પાર માનવવીય સહાયતા પહોંચાડી છે.