થાઈલેન્ડની ઇકોનોમીને મદદ પહોંચાડતાં અમીર ભારતીયો, ચીની ટુરિસ્ટો ઘટ્યાં

નવી દિલ્હી– સંઘર્ષ સામે ઝઝૂમી રહેલી થાઈલેન્ડ ટૂરીઝમ ઈન્ડસ્ટ્રીને હવે તેમની નજીકના પશ્ચિમી દેશોની મદદ મળી રહી છે. માહિતી અનુસાર ફુકેટમાં ચીની વિઝિટરની સંખ્યા નહીવત થઈ ગઈ છે તો હવે ભારતના લોકો અહીં ફરવા જવા માટે બૂકિંગ કરાવી રહ્યાં છે.

થાઈલેન્ડ સ્થિત Vijitt રિસોર્ટસના જનરલ મેનેજર અને થાઈ હોટલ એસોસિએશનના ઉપાધ્યક્ષ કોંગસાકે કહ્યું કે, હાલમાં અમને એક નવા પ્રકારનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ભારતના લોકો હવે અહીંના પ્રવાસન ઉદ્યોગનો આગળ ધપાવી રહ્યાં છે, આ અગાઉ ચીનના લોકો આવુ કરતા હતાં.

ચીની પ્રવાસીઓને કારણે થાઈ ઈન્ડસ્ટ્રીમાં દર વર્ષે 10 ટકાના દરે વૃદ્ધિ થઈ રહી હતી પરંતુ વર્ષ 2018માં ફુકેટ (Phuket)માં થયેલી વહાણ દુર્ઘટના અને સુસ્ત ઘરેલુ અર્થવ્યવસ્થાને પગલે અહીં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાવા લાગ્યો.

આશા છે કે, 2028 સુધીમાં ઓછામાં ઓછા 1 કરોડ ભારતીય થાઈલેન્ડ ફરવા જશે. આ સંખ્યા 2018ની તુલનામાં પાંચ ગણી કરતા પણ વધારે છે. આ વધારો ચીની પ્રવાસીઓના આગમનને પણ વધારી શકે છે. તેમ છતાં પણ ચીન એક મહત્વપૂર્ણ બજાર બની રહેશે પરંતુ આગામી વર્ષોમાં તે થાઈલેન્ડના વિકાસમાં વધુ યોગદાન નહી આપે. બીજી તરફ થાઈલેન્ડના ટૂરીઝમના વિકાસમાં ભારત નવી કહાની લખવા તૈયાર છે.

વર્તમાનમાં થાઈલેન્ડની મુલાકાત લેનાર વિદેશી પ્રવાસીઓમાં 28 ટકા ચીની પ્રવાસીઓ સામેલ છે, જ્યારે 4 ટકા ભારતીય પ્રવાસીઓ છે. પ્રવાસન મંત્રાલયના ગત સપ્તાહે રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં થાઈલેન્ડમાં લગભગ 1 લાખ 80 હજાર ભારતીય પ્રવાસીઓ ફરવા માટે આવ્યાં, જે એક રેકોર્ડ છે. એટલું જ નહીં ભારતીઓએ સરેરાશ વિદેશી મહેમાનોની તુલનામાં 11 ટકા વધુ ખર્ચ પણ કર્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]