US એરપોર્ટની સઘન સુરક્ષા સામે સવાલો, ફ્લાઈટ પેસેન્જરની બેગમાંથી મળ્યું મિસાઈલ લોન્ચર, ‘ગિફ્ટ’ હતી…

વોશિંગ્ટનઃ અમેરિકાના એરપોર્ટ પર એક પેસેન્જર બેગમાંથી મિસાઈલ લોન્ચર મળી આવ્યું છે. મૈરીલેન્ડના બાલ્ટીમોર એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓને પેસેન્જરના ચેક્ડ-ઈન બેગમાંથી આ લોન્ચર મળ્યું છે. પેસેન્જરે કહ્યું કે મને આ ગિફ્ટમાં મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ મિલિટરીમાં કામ કરે છે અને કુવૈતથી તે પાછો આવી રહ્યો હતો. ખાસ વાત એ છે કે આ વ્યક્તિ લોન્ચર સાથે જ એક ફ્લાઈટથી બાલ્ટીમોર પહોંચ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પણ ઘણા લોકોએ આ ઘટના પર સવાલો ઉઠાવ્યા છે.

કેટલાક લોકોએ લખ્યું છે કે તેમને લાગ્યું કે આ અમેરિકા છે અને અહીંયા સુરક્ષા મજબૂત હશે. પરંતુ આખરે આ વ્યક્તિ લોન્ચર લઈને એરપોર્ટ પર કેવી રીતે આવી ગયો.

અમેરિકાના કોમર્શિયલ વિમાનોમાં મિલિટ્રી સાથે જોડાયેલા હથિયારોને લઈ જવાની મંજૂરી નથી. આના કારણે સંબંધિત વ્યક્તિને લોન્ચર લઈ જવાની મંજૂરી ન મળી, પરંતુ તેને ફ્લાઈટથી ટ્રાવેલ કરવા દેવામાં આવ્યું. કેટલાક યૂઝર્સે સવાલ કર્યો છે કે અમેરિકા જતા પહેલા આ લોન્ચર ઘણા એરપોર્ટની સુરક્ષા તપાસને સફળતાપૂર્વક પાર કેવી રીતે કરી ગયું? એક અન્ય વ્યક્તિએ લખ્યું કે આ વ્યક્તિના ઘરમાં આવી બીજી ગીફ્ટ્સ તો નથી રાખીને?