પાકિસ્તાનમાં નવી ગાડીઓની ખરીદી અને મીટિંગમાં ચા-બિસ્કિટનોય પ્રતિબંધ

ઈસ્લામાબાદ- ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારે ખર્ચા પર કાપ મૂકવાની સાથે એક પછી એક નવા પ્રતિબંધો લગાવ્યાં છે. પાક સરકારે નવા પદોની જાહેરાત, ખૂબ જ જરૂરી હોય તેવી ચીજો પર સરકારી ખર્ચથી લઈને અધિકારીઓ માટે એક સમાચારપત્ર મળવા જેવા કેટલાય નિયમો બનાવ્યાં છે. મીડિયા રીપોર્ટસ અનુસાર રાજકીય ખાદ્યને ઘટાડવા માટે ઈમરાન ખાન સરકાર આવી કવાયત કરી રહી છે.

 

મીડિયા રીપોર્ટસના કહેવા પ્રમાણે તહરીક એ ઈન્સાફ સરકારની સામે રાજકીય ખાદ્યને ઘટાડવી તે સૌથી મોટો પડકાર છે. આઈએમએફ પાસેથી પાકિસ્તાનને ખૂબ જ આકરી શરતોએ લોન મળી છે. તમામ દાવાઓ અને ખર્ચ ઓછા કરવાની કવાયત પછી 2018-19માં પાકિસ્તાનની રાજકીય ખાદ્ય સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.

 

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલાં પાકિસ્તાન સરકારે સરકારી અધિકારીઓના રિફ્રેશમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. મીડિયા રીપોર્ટસ અનુસાર તેની પાછળ એવો તર્ક આપ્યો છે તે કેટલાક કલાકો સુધી ચાલતી મીટિગ્સમાં રિફ્રેશમેન્ટ અને ચા-બિસ્કીટ ખાવાથી કયારેક સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે.

ફાઈલ ચિત્ર

 

સરકારી ખર્ચા પર લગામ લગાવવા માટે આવા કડક પગલાંની આકરી ટીકા પણ થઈ રહી છે. તે પછી નાણાં મંત્રાલયે પોતાના આદેશમાં સ્પષ્ટ રીતે ખર્ચા પર કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. નાણાંકીય વર્ષ 2019-20માં ખર્ચા પર લગામ માટે તાત્કાલિક અસરથી નવી ગાડીઓ ખરીદી પર, નવા પદો પર નિયુક્તિ, અધિકારીઓને એક જ અખબાર અને પત્રિકાની વ્યવસ્થા, રિફ્રેશમેન્ટ પર પ્રતિબંધ જેનું સખ્તીનું પાલન કરવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]