નોર્થ કોરિયાને કારણે રદ કરવામાં આવી ભારત-અમેરિકા ‘2+2’ ચર્ચા

વોશિંગ્ટન- ભારત અને અમેરિકા વચ્ચે યોજાનારી ‘2+2’ બેઠક અમેરિકા તરફથી રદ કરવામાં આવી છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો આગામી 6 જુલાઈના રોજ નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની બેઠકમાં ભાગ લેવા પ્યોંગયાંગ જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ અમેરિકન પ્રશાસને જણાવ્યું કે, વિદેશપ્રધાન માઈક પોમ્પિયોની પ્યોંગયાંગ યાત્રાને કારણે ભારત-અમેરિકા વચ્ચે યોજાનારી મહત્વની ‘2+2’ બેઠક રદ કરવામાં આવી છે.આ પહેલાં અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પીયોએ ભારત સાથેની વાટાઘાટ રદ થવા પર દિલગીરી વ્યક્ત કરી હતી અને ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સાથે ચર્ચા માટે નવી તારીખો નક્કી કરવાની વાત કરી હતી. અગાઉ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ આ ચર્ચા 6 જુલાઈના રોજ અમેરિકામાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ અને અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ જેમ્સ મેટિસ વચ્ચે યોજાવાની હતી. આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે ડિફેન્સ અને વ્યાપારને લઈને અનેક મહત્વના મુદ્દે નિર્ણયો કરવાના હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]