એશિયન સમિટઃ ભારતના વખાણ બદલ PM મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

મનીલા– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન સમિટમાં ભાગ લેવા માટે મનીલામાં છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી, બન્ને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દ્વિપક્ષીય વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે અમે પુરી દુનિયા અને અમેરિકાની અપેક્ષાઓમાં ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું.આ બેઠકમાં બન્ને દેશના નેતાઓએ એશિયાના ભવિષ્યના સંબધોને લઈને ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે અમેરિકા અને ભારત મળીને પુરી દુનિયાનું ભવિષ્ય બદલી શકીએ છીએ. અમેરિકાએ જ્યારે પણ ભારતનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે ખુબજ ગરમજોશીથી કર્યો છે. પીએમ મોદીએ ભારતના વખાણ બદલ પ્રેસિડેન્ટ ટ્ર્મ્પનો આભાર માન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અશિયન સમિટમાં ભાગ ડોનાલ્ડ ટ્રમ્સ સાથે મુલાકાત કરીને કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબધો ખુબ જૂના અને મજબૂત છે. બન્ને દેશો એશિયા અને માનવતા માટે સાથે મળીને કામ કરશે. છેલ્લા પાંચ મહિનામાં બન્ને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત છે. આ પહેલા બન્ને નેતાઓ પીએમ મોદીની અમેરિકા યાત્રા અને એસસીઓ સમિટ દરમિયાન મળ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફિલિપીન્સના લૉસ બનોસના ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટીયૂટની મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય છે કે આનું એક સેન્ટર વારાણસીમાં ખુલવાનું છે. વડાપ્રધાને અહીંયા એક ફોટો પ્રદર્શન પણ જોયું હતું. જેમાં અનાજની ખેતી, વારાણસીમાં ખુલનાર સેન્ટર વિગેરે બાબતને વિસ્તારથી દર્શાવી છે. પીએમ મોદીએ આઈઆરઆરઆઈમાં કાર્યરત ભારતીય વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]