‘એરોપ્લેન કિકી ચેલેન્જ’ કરનાર પાઈલટે કહ્યું, ‘વિમાનને ટો કરવામાં આવી રહ્યું હતું’

મેક્સિકો સિટી – કોકપિટમાં કોઈની હાજરી વિના ધીમી ગતિએ આગળ વધી રહેલા વિમાનની સાથે કિકી ચેલેન્જ પરફોર્મ કરતી એક મહિલા પાઈલટ અને એક ફ્લાઈટ એટેન્ડન્ટનો વિડિયો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

એ વિડિયોમાં, પાઈલટ કોકપિટની અંદર કન્ટ્રોલ પેનલને એડજસ્ટ કરતી અને પછી એમ્બ્રેઅર લીગેસી-600 વિમાનમાંથી નીચે ઉતરી ટાર્મેક પર ડાન્સ કરતી જોઈ શકાય છે.

વિડિયો ક્લિપ વાયરલ થયા બાદ મેક્સિકો સિટીની રહેવાસી અને 30 વર્ષીય એલીઝેન્ડ્રા મેન્રીક્યૂઝ પેરેઝ નામની પાઈલટે એનાં ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે કે એ વિમાનને વાસ્તવમાં, ટો કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખસતું જોઈ શકાય છે.

 

httpss://twitter.com/Aviationdailyy/status/1034384680823468033