પેરિસનાં ઐતિહાસિક નોટ્રે ડેમ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી; શિખર મિનારાને નુકસાન

0
478

પેરિસ – અહીંના સીમાચિન્હરૂપ ધાર્મિક સ્થળ નોટ્રે-ડેમ કેથેડ્રલમાં ગઈ કાલે લાગેલી ભીષણ આગમાં આ આઠમી સદીની જૂની ઈમારતને વ્યાપક નુકસાન થયું છે. આગની જ્વાળા કેથેડ્રલની છત સુધી પહોંચી હતી. આગના વાદળો દૂર દૂરથી પણ જોઈ શકાતા હતા. આગમાં કેથેડ્રલના શિખરના મિનારા અને છતનો ઘણો ખરો ભાગ નાશ પામ્યા છે.

આ કેથેડ્રલ માત્ર પેરિસ જ નહીં, પણ ફ્રાન્સના સૌથી પ્રસિદ્ધ લેન્ડમાર્ક સ્થળોમાંનું એક છે.

આ કેથેડ્રલ 850 વર્ષ જૂનું છે. આગમાં જોકે મુખ્ય સ્ટ્રક્ચર, બે બેલ ટાવર બચી ગયા છે.

આગને બુઝાવવા અને નુકસાન શક્ય એટલું ઓછું રહે એ માટે અગ્નિશામક દળના જવાનોએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી.

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુલ મેક્રોને આ બનાવને ભયંકર દુર્ઘટના તરીકે ઓળખાવી છે.

આગનાં કારણની હજી જાણકારી મળી નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે કેથેડ્રલમાં રીનોવેશન કામ ચાલી રહ્યું હતું અને એને લીધે આગ લાગી હોવી જોઈએ.

આગમાં કેથેડ્રલના કિંમતી આર્ટવર્ક્સને બચાવી લેવામાં અગ્નિશામક દળના જવાનો સફળ થયા છે.

ફ્રાન્સની રાજધાની પેરિસના સીમાચિન્હરૂપ ધાર્મિક સ્થળ નોટ્રે-ડેમ કેથેડ્રલમાં 15 એપ્રિલ, સોમવારે લાગેલી ભીષણ આગમાં આ આઠમી સદીની જૂની ઈમારતને વ્યાપક નુકસાન થયું છે. આગની જ્વાળા કેથેડ્રલની છત સુધી પહોંચી હતી. એને કારણે શિખરના મિનારા અને છતનો ઘણો ખરો ભાગ નાશ પામ્યા છે, પરંતુ મુખ્ય બાંધકામ અને ટાવર, તથા કિંમતી આર્ટવર્ક્સ બચાવી શકાયા છે.