પાકિસ્તાની એજન્સીઓએ ભારતીય દૂતાવાસના અધિકારીઓને ધમકાવ્યા, ભારતે કર્યો વિરોધ

નવી દિલ્હીઃ તાજેતરમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના એક સ્ટાફ વિરુદ્ધ દિલ્હીની મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આરોપ હતો કે સ્ટાફે મહિલાને બજારમાં ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. ત્યારે હવે ભારતે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા પર આરોપ લગાવ્યો છે કે તેમણે બે નાજનયિકો વિરુદ્ધ જવાબી ફરિયાદો નોંધાવાની ધમકી આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગે નોટ વર્બલ મોકલ્યું જેમાં પાકિસ્તાની રાજધાનીમાં થયેલી ઘટના મામલે વિસ્તારથી જણાવાયું છે. નોટ વર્બલ કૂટનૂતિક સંચારનું એક હસ્તાક્ષરિત તેમજ ઔપચારિક માધ્યમ છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયને મોકલવામાં આવેલા નોટ વર્બલમાં કહેવાયું છે કે 15 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે ઉચ્ચાયોગથી ડિપ્લોમેટિક એન્કલેવ સ્થિત વર્લ્ડ માર્ટ માર્કેટ જતા સમયે આ મિશનના બે સ્ટાફ સદસ્યોનો પાકિસ્તાની એજન્સીના કર્માચારીઓએ પીછો કર્યો અને તેમની પાસેથી જાન્યુઆરીમાં ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના અધિકારી સાથે થયેલી કથિત ઘટના મામલે પૂછપરછ કરી. તેમણે અધિકારીઓને ધમકાવ્યા કે તે પણ આ પ્રકારના જવાબ આપશે.

નોટમાં આગળ કહેવાયું છે કે મંત્રાલયથી દરખાસ્ત છે કે આ ઘટનાની તપાસ કરે અને સંબંધિત એજન્સીને નિર્દેશ આપે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટે. આમાં એ પણ કહેવાયું છે કે મંત્રાલય પોતાની તપાસના પરિણામોને ઉચ્ચાયોગ સાથે શેર કરી શકે છે. નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે ડિપ્લોમેટ્સના પારિવારિક સભ્યો સાથે આ પ્રકારની ઘટનાઓ 1961ની સંધીનું ઉલ્લંઘન છે.

13 જાન્યુઆરીના રોજ એક મહિલાને બજારમાં કથિત રીતે ખોટી રીતે સ્પર્શ કરવાના આરોપમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના એક કર્મચારીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. કર્મચારીએ જણાવ્યું કે બજારમાં ભારે ભીડ હોવાના કારણ ભૂલથી મહિલાને સ્પર્શ થઈ ગયો હતો. કર્મચારીએ મહિલાની માફી માંગ્યા મામલો ઉકેલાયો હતો.

સુત્રોએ કહ્યું કે એક અન્ય એક નોટ વર્બલમાં 14 જાન્યુઆરીના રોજ લાહોરમાં એક આતંકીના ભાષણ આપવા સંબંધિત રિપોર્ટ પર વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. સુત્રો અનુસાર નવી દિલ્હીએ પાકિસ્તાની સરકાર પાસેથી આંતરરાષ્ટ્રીય દાયિત્વોનું પાલન કરવા તેમજ દ્વિપક્ષીય સમજૂતીનું સન્માન કરવા જણાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]