ભારતમાં 370 સંદર્ભે કાર્યવાહીથી ભડક્યાં પાકિસ્તાની, આપી આવી પ્રતિક્રિયાઓ

નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈ ખત્મ કરી દેવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુકશ્મીરને લઈને સરકારનો સંકલ્પપત્ર રજૂ કર્યો છે. મોદી સરકારની આ જાહેરાત બાદ પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પાકિસ્તાની ઈમરાન સરકારને અપીલ કરી રહ્યાં છે તો કેટલા લોકો હજુ પણ કશ્મીર અમારું છેના નારા લગાવી રહ્યાં છે.

 

પાકિસ્તાનના તમામ સમાચારપત્રોમાં જમ્મુ-કશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાની સમાચાર મુખ્ય પેજ પર છાપવામાં આવ્યાં છે. પાકિસ્તાની સમાચારપત્ર ડોને લખ્યું કે, વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે ભારતે કશ્મીરના વિશેષ દરજ્જાને ખત્મ કરવા માટે સંકલ્પપત્ર રજૂ કર્યું.

પાકિસ્તાની સમાચારપત્ર ‘ધ ન્યૂઝ’ એ એક આર્ટિકલમાં લખ્યું કે, હવે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવા પર વિચાર કરી શકે છે. વધુમાં લખ્યું કે, પાકિસ્તાન કશ્મીર મુદ્દેમાં સક્રિય પક્ષ રહ્યો છે અને અમે આ મુદ્દે ચૂપ ન રહી શકીએ.

 

પાકિસ્તાનના લોકો સોશિઅલ મીડિયા પર તેમની ભડાસ ઠાલવી રહ્યાં છે. આમરા મેહદી નામની એક યૂઝરે લખ્યું કે, જિન્ના સાહબ માફી, પાકિસ્તાનના અમારા કથિત પ્રતિનિધિ એક-બીજા સાથે લડાઈ કરવા અને તેમની સંપત્તિ વધારવામાં જ વ્યસ્ત રહી ગયા. તમારું કશ્મીર જતું રહ્યું.

 

અન્ય એક પાકિસ્તાની યૂઝરે લખ્યું કે, મુસ્લિમ દુનિયાને પંથથી ઉપર જઈને એક જવાની જરૂરી છે, અને કશ્મીરમાં નરસંહાર થતો રોકવા મામલે ભારત પર દબાણ બનાવવું જોઈએ. તો અન્ય એક યૂઝર નવીદે લખ્યું કે, હવે કશ્મીરમાં દરેક વ્યક્તિ અત્યાચારી ભારત વિરુદ્ધ ઉભો થશે. આ કશ્મીરની આઝાદીની શરુઆત થઈ ગઈ છે.

એક પાકિસ્તાની ટ્વિટર યૂઝરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર ભડાસ કાઢતા લખ્યું કે, મુસ્લિમ દેશોનાં મંચ ઓઆઈસી અને સંયુક્ત રાષ્ટ્ર જે ઉદ્દેશ્ય સાથે અસ્તિત્વમાં આવ્યા, તે કદી પૂરા ન કર્યા. સંયુક્ત રાષ્ટ્ર તેમનું વચન ન નિભાવી શક્યું અને કશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવવા પાછળ યૂએનની નિષ્ફળતા છે. હવે મને યૂએન પાસેથી કોઈ આશા નથી. કેપ્ટન મિર્જા નામાના યૂઝરે લખ્યું કે, હવે આપણે ભારતની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવો જોઈએ.

એક પાકિસ્તાની યૂઝરે વડાપ્રધાન ઈમરાન ખાનને ટેગ કરતા લખ્યું કે, ખાન સાહેબ કંઈક કરો, આ સમય છે કે, જ્યારે ખબર પડશે કે, તમે રિયલ છો કે નહીં.

 

એક યૂઝરે લખ્યું કે, આર્ટિકલ 370 દૂર કરવી બચ્ચો કા ખેલ નહીં હૈ. આ ફિલ્મનો અંત નજીક છે. કશ્મીરીઓ પાસે હંમેશા આઝાદીનો અધિકાર રહેશે. અલી એહસાને લખ્યું કે, શું દૂનિયા અંધ થઈ ગઈ છે, શું સુપરપાવર્સને નથી જાણ કે, કશ્મીરમાં શું થઈ રહ્યું છે? એક યૂઝરે લખ્યું કે, જો યૂએન મુસ્લિમ દેશોની સમસ્યા ન ઉકેલી શકે તો પાકિસ્તાને યૂએન છોડી દેવું જોઈએ.

એક યૂઝરે લખ્યું કે, વાત એ છે કે, ભારત આર્ટિકલ 370ને દૂર કરીને ભારત કશ્મીરની ફાઈનલ જંગ લડી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન માત્ર ટ્વિટર પર #Standwithkashmir  હેશટેગ સાથે યૂએન અને ઓઆઈસીને અપીલ કરી રહી છે. પ્લીસ પાકિસ્તાન, જો કશ્મીર ખરેખર આપણું છે તો, હક્કીકતમાં કંઈક કરો.