પાકિસ્તાન પાસે ડેમ બનાવવાના નથી રુપિયા, 30-30 રુપિયા ફાળો ઉઘરાવશે

ઈસ્લામાબાદ- પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાનો દાવો કરે છે. પરંતુ આતંકવાદના આશ્રયદાતા દેશ પાકિસ્તાન પાસે ડેમ બનાવવા માટે પણ રુપિયા નથી. પાકિસ્તાનના અનેક વિસ્તારો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેનું નિવારણ લાવવા ત્યાં ઘણા ડેમ બનાવાની જરુર છે. પરંતુ વાત-વાતમાં ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારું પાકિસ્તાન એક ડેમ બનાવવા પણ આર્થિક રીતે સક્ષમ નથી. જેના માટે હાલમાં લોકો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.હાલમાં જ પાકિસ્તાન પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહેલા દેશોમાં દુનિયામાં ત્રીજા ક્રમે હતું. ત્યારબાદ પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધિશ સાકિબ નિસારે સરકારની અયોગ્યતા અને નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા હતા. અને પાકિસ્તાનમાં ડેમ બનાવવા લોકોને ફાળો આપવા અપીલ કરી છે. સાથે જ વિદેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પણ ડેમ બનાવવા સહાય કરવા અપીલ કરી છે. આ માટે ઉદાહરણ રજૂ કરતાં જસ્ટિસે પોતે રુપિયા 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]