ભારત-અમેરિકાએ કરેલી આ ચર્ચાથી પાક.ના પેટમાં તેલ રેડાયું

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા દ્વિપક્ષીય મંત્રી કક્ષાની મંત્રણાઓના સમાપન બાદ જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં બંન્ને દેશોએ આશાઓ વ્યક્ત કરી છે કે પાકિસ્તાન પોતાના દેશમાં ઉછરીને મોટા થતા આતંકી સંગઠનો પર ગાળીયો કસશે અને તેમના કેમ્પોને નષ્ટ કરશે. આ સંયુક્ત નિવેદનથી પાકિસ્તાને હચમચી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાન પર પાયા વિહોણા આરોપો લગાવવામાં આવ્યા અને ખોટા સંદર્ભોમાં પાકિસ્તાનનું નામ લેવામાં આવ્યું. મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન આ સંયુક્ત નિવેદનને ગેરવ્યાજબી ગણાવે છે.

મંત્રણામાં થયેલી મુખ્ય વાતો

  • વોશિંગ્ટનમાં થયેલી આ સંયુક્ત મંત્રણામાં વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેમના અમેરિકી સમકક્ષ, રાજ્યના સચિવ માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ માર્ક ઓસ્લોએ ભાગ લીધો.
  • તમામ રુપોમાં આતંકવાદની નિંદા અને અલકાયદા, આઈએસઆઈએસ, લશ્કર એ તૈયબા, જૈશ એ મહોમ્મદ, હક્કાની નેટવર્ક, હિજબુલ મુજાહિદ્દીન, ટીટીપી અને ડી-કંપની સહિત તમામ આતંકવાદી નેટવર્ક વિરુદ્ધ કડક કાર્યવાહીનું આહ્વાન કરવામાં આવ્યું.
  • પાકિસ્તાન પોતાના ત્યાં સક્રિય જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર-એ-તૈયબા સહિત તમામ નેટવર્ક વિરુદ્ધ તાત્કાલિક અને અપરિવર્તનીય કાર્યવાહી કરવાનું આહ્વાન કરે.
  • સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાને તત્કાલ, નિરંતર અને અપરિવર્તનીય કાર્યવાહી કરવાનું આહ્વાન કરવામાં આવ્યું. પાકિસ્તાન એ સુનિશ્ચિત કરે કે તેના નિયંત્રણમાં ચાલનારા આતંકી સંગઠન કોઈપણ પ્રકારે અન્ય દેશો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ન કરી શકે.
  • પાકિસ્તાન બોર્ડર પારથી થઈ રહેલા આતંકી હુમલાઓના આતંકીઓની ધરપકડ કરે અને કેસ ચલાવે.
  • ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદંમાં જૈશ-એ-મહોમ્મદના નેતા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં અમેરિકાની ભૂમિકાના વખાણ કર્યા.
  • અમેરિકાએ આતંકવાદને રોકવા માટે તમામ ભારતીય દાયદામાં થયેલા બદલાવોનું સ્વાગત કર્યું છે. આ કાયદાઓથી આતંકવાદ સામે યોગ્ય રીતે લડી શકાશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]