પાકિસ્તાની રુપિયો ગગડ્યો, ડોલરના મુકાબલે આટલું થયું મૂલ્ય…

ઈસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનની મુદ્રા ભારતના 50 પૈસા કરતા વધારે નીચે આવી ગઈ છે. ભારતમાં અત્યારે અમેરિકી ડોલરના મુકાબલે રુપિયો 69.58ના સ્તર પર છે ત્યાં જ પાકિસ્તાની રુપિયો 144ના સ્તર પર પહોંચી ગયો છે. વિદેશી મુદ્રા સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનની મુદ્રાના મુલ્યમાં તેજીથી ઘટાડો થયો. એક ડોલરના મુકાબલે પાકિસ્તાની રુપિયાના વિનિમય દર 144 રુપિયા પ્રતિ ડોલરના રેકોર્ડ નિચલા સ્તર પર પહોંચી ગયા છે.

પાકિસ્તાનમાં કરન્ટ અકાઉન્ડ ડેફિસીટ પણ વધી ગયું છે. હવે તેની પાસે વિદેશી મુદ્રા ભંડાર પણ ઘણો ઓછો છે. રુપિયામાં સતત ચાલી રહેલા ઘટાડા પર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને જણાવ્યું કે આ બજારમાં ચાલી રહેલી કમરતોડ કોમ્પિટીશનનું કારણ છે. જો કે સ્થિતી પર અમારી નજર મંડરાયેલી છે.

એક ડોલરના મુકાબલે પાકિસ્તાની રુપિયો 144 રુપિયા થઈ ગયો છે. ચર્ચા છે કે આ સ્થિતીમાંથી બહાર આવવા માટે તે આઈએમએફ પાસેથી લોન લેશે. આ પહેલા તેણે 2013માં આઈએમએફ પાસેથી લોન લીધી હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આઈએમએફ કરન્સીની વેલ્યૂ ઘટાડવા માટે કહી શકે છે. એટલા માટે પાકિસ્તાન એ બતાવવા ઈચ્છે છે કે તે પહેલાથી આની તૈયારી કરી રહ્યું છે.

પાકિસ્તાની રુપિયામાં આ ઘટાડો પાકિસ્તાનની ઈમરાન ખાનના નેતૃત્વ વાળી નવી સરકારના સત્તામાં આવ્યાના 100 દિવસ પૂરા થયાના એક દિવસ બાદ આવી છે. આમ છતા પણ ઈમરાન ખાનની સરકાર અત્યારે પોતાના 100 દિવસના શાસનમાં દેશમાં રોકાણ વધ્યું અને તેના વિકાસને રસ્તા પર લાવ્યો તેની ઉપ્લબ્ધિ ગણાવી રહી છે.