પાકિસ્તાને ભારતના સર્જિકલ હુમલાઓના વિડિયોને બનાવટી કહીને નકારી કાઢ્યા

ઈસ્લામાબાદ – ભારતે 2016ના સપ્ટેંબરમાં સરહદ પારની ત્રાસવાદી છાવણીઓ પર કરેલા સર્જિકલ સ્ટ્રાઈક્સની તાજેતરમાં રિલીઝ કરાયેલી વિડિયો ક્લિપ્સને આજે પાકિસ્તાને નકારી કાઢી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું છે કે, હું અગાઉ પણ કહી ચૂક્યો છું અને ફરીવાર કહું છું. સર્જિકલ હુમલાઓના આ બનાવટી દાવાઓ ભારતની કલ્પના માત્ર છે, બીજું કંઈ નહીં. એ લોકો ભલે સપનાં જોયા કરે.

ઉલ્લેખનીય છે કે ભારતની અનેક ટીવી ચેનલો પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીરમાં સક્રિય ત્રાસવાદી છાવણીઓ પર ભારતે 2016માં કરેલા સર્જિકલ હુમલાઓની વિડિયો ક્લિપ્સ દેખાડી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]