આતંકના આશ્રયદાતા પાકિસ્તાને ભારત પર કડક કાર્યવાહીનો આરોપ લગાવ્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ ‘ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે’ જેવું નિવેદન આપ્યું છે. શાહિદ અબ્બાસીએ કહ્યું છે કે, ભારત કશ્મીરમાં ક્રૂર કાર્યવાહી કરી રહ્યું છે. અબ્બાસીએ ઉપરોક્ત આરોપ ભારતીય સેના દ્વારા 12 આતંકવાદીઓના ઠાર મરાયા બાદ લગાવ્યો છે. મહત્વનું છે કે, મૃતક તમામ આતંકવાદીઓનો સંબંધ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે હોવાનું સામે આવ્યું છે.ભારતીય સેના દ્વારા જમ્મુ-કશ્મીરના અનંતનાગ અને શોપિયા વિસ્તારમાં ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 12 આતંકવાદી ઠાર મરાયા હતા. અને સેનાના 4 જવાન શહીદ થયા હતાં તેમજ 4 નાગરિકોના પણ મોત થયા હતા.

પાકિસ્તાનના પીએમ શાહિદ અબ્બાસીએ કહ્યું કે, હત્યાઓનો વિરોધ કરી રહેલા લોકો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કરવો એ ક્રૂર કાર્યવાહી છે. અબ્બાસીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે, કશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રની ટીમને જવાનો અનુરોધ કરે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને મોટો ઝાટકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન કશ્મીરમાં ચલાવવામાં આવી રહેલી આતંકી ગતિવિધિને આઝાદીની ચળવળનું નામ આપીને આતંકવાદને પ્રોત્સાહન આપતું રહ્યું છે.