સિંધી હિંદુ વિદ્યાર્થીની નમ્રતા ચંદાણીની હત્યાના વિરોધમાં કરાંચીમાં મોટું પ્રદર્શન…

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સિંધી હિંદૂ છોકરી નમ્રતા ચંદાણીની હત્યાનો વિરોધ શરુ થઈ ગયો છે. મોડી રાત્રે કરાંચીના રસ્તાઓ પર હજારો પ્રદર્શનકારીઓએ હત્યારાઓની ધરપકડની માંગ કરી છે. મેડિકલની વિદ્યાર્થીની નમ્રતાની લાશ તેની હોસ્ટેલમાં સંદિગ્ધ પરિસ્થિતીમાં મળી હતી. તેના ગળામાં દોરડુ બંધાયેલું હતું. નમ્રતાના ભાઈએ હત્યાનો આરોપ લગાવ્યો હતો.

મૃતક નમ્રતા ચંદાણી પાકિસ્તાનના સિંધ પ્રાંતના લરકાનામાં એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વવિદ્યાલય પ્રશાસને આશંકા વ્યક્ત કરી છે કે હોઈ શકે છે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોય પરંતુ તેના પરિજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. નમ્રતા બેનજીર ભુટ્ટો મેડિકલ યૂનિવર્સિટીની બીબી આસિફા ડેન્ટલ કોલેજની બીડીએસના અંતિમ વર્ષની વિદ્યાર્થીની હતી.

આ હત્યાના વિરોધમાં કરાંચી મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી ગયા અને પ્રદર્શન કર્યું. આ લોકોએ આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે નમ્રતાની હત્યા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે. આ મામલે હિંન્દુ સમાજના લોકો પણ પ્રદર્શન કરી રહ્યા છે.

વિદ્યાર્થીની નમ્રતાનો સંબંધ ઘોટકી જિલ્લાના મીરપુર મથેલો શહેરના એક મોટા વ્યાપારી ફેમિલીમાંથી આવે છે. લરકાનાના અધિકારીઓએ તેના મૃતદેને તેના પૈતૃત સ્થાન પર મોકલી દીધી છે. ઘોટકીમાં થોડા દિવસ પહેલા એક હિન્દુ શિક્ષક સાથે પણ ઈશ નિંદાનો આરોપ લગાવીને મારપીટ કરવામાં આવી હતી.

નમ્રતાની પરીક્ષા ચાલી રહી હતી અને એક દિવસ પહેલા જ તેણે પ્રથમ પેપરની પરિક્ષા આપી હતી. યૂનિવર્સિટીની રજિસ્ટ્રાર ડો. શાહિદાએ ઘટનાનો રિપોર્ટ સિંધના મુખ્યપ્રધાનને મોકલ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી ઘટનાની વિસ્તૃત તપાસ કરવા અને વિદ્યાર્થીનીના માતા-પિતાની દરેક પ્રકારની મદદ કરવા માટે જણાવ્યું છે.

ડો. નમ્રતાના ભાઈ ડો. વિશાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની બહેનની હત્યા કરવામાં આવી છે. તેમણે સંવાદદાતાઓને કહ્યું કે ઘટનાના બે કલાક પહેલા નિમરિતાએ કોલેજમાં મિઠાઈ વહેંચી હતી. આવું શાં માટે થઈ શકે કે આના માત્ર બે કલાક બાદ જ સ્યુસાઈડ કરી લે?