પાકિસ્તાનને ઝાટકો! IOCના કાર્યક્રમમાં સુષ્મા સ્વરાજ બનશે ગેસ્ટ ઓફ ઓનર

નવી દિલ્હી– મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના કાર્યક્રમમાં ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થશે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ઓર્ગેનાઈજેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC)માં ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે. વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ આગામી મહિને અબૂ ધાબીમાં તેમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે સામેલ થશે.

વિદેશ મંત્રાલયે આ આમંત્રણને ભારતમાં 18.5 કરોડ મુસલમાનની હાજરી અને ઇસ્લામી જગતમાં ભારતના યોગદાનને માન્યતા આપનારુ એક સ્વાગત પગલું ગણાવ્યું છે. IOCની વિદેશમંત્રીઓની પરિષદનું 46મું સેશન 1 અને 2 માર્ચે અબૂધાબીમાં યોજાશે.

જાણકારોનું માનીએ તો આ ઘટનાક્રમથી પડોશી દેશ પાકિસ્તાન માટે એક મોટા આંચકા સમાન છે. તો બીજી તરફ ભારતના વર્તમાન વિદેશ પ્રધાન માટે આ પ્રથમ તક છે. સુષ્મા સ્વરાજ 1 માર્ચના રોજ આ કાર્યક્રમના ઉદઘાટન સત્રમાં તેમનું ભાષણ આપશે.

વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો છે. યુએનમાં પણ 15 દેશોએ પુલવામા આતંકી હુમલાને વખોડ્યો હતો. જેમાં ચીનનો વિરોધ છતાં ભારતે પોતાની મનમાની ચલાવી હતી. હુમલાના દિવસે જ 30 દેશોના રાજદૂતોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. આતંકી હુમલા બાદ અમેરિકા અને ઇઝરાયલે તો ભારતની સાથે હોવાનો ટેકો જાહેર કરી દીધો હતો. આ એક મોટી ઘટના છે કે, ઇસ્લામિક સંગઠન ધરાવતા દેશોએ ભારતને આમંત્રિત કર્યું છે. આ દર્શાવે છે કે ભારતનું વલણ બદલાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]