પાકિસ્તાને તમામ પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિ જપ્ત કરવાના આપ્યા આદેશ

ઈસ્લામાબાદ- પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જાહેર તમામ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા લોકો અને એકમો પર લાદેલા નિયંત્રણોને અમલી કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (જપ્તી) આદેશ, 2019ને પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અધિનિયમ, 1948ની જોગવાઈઓ હેઠળ આ જારી કરવામાં આવ્યા છે.

આ આદેશની વ્યાખ્યા કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે, આનો અર્થ એવો થાય કે, સરકારે દેશમાં ચાલી રહેલા તમામ ગેરકાનૂની સંગઠનો પર નિયંત્રણ લાદી દીધો છે. હવેથી તમામ પ્રતિબંધિત સંગઠનોની તમામ પ્રકારની સંપત્તિ સરકારના નિયંત્રણ હેઠળ રહેશે.

મોહમ્મદે વધુમાં કહ્યું કે, સરકાર આ પ્રકારના સંગઠનોની દાનની શાખાઓ અને એમ્બ્યુલન્સોને પણ જપ્ત કરશે. મોહમ્મદે કહ્યુ કે, આ આદેશનો ઉદ્દેશ નામાંકિત વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે સુરક્ષા પરિષદ નિયંત્રણોના અમલીકરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનું છે. આ ઉપરાંત સોમવારે નેશનલ એક્શન પ્લાનના અમલીકરણ પર ચર્ચા કરવા માટે ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

મંત્રાલયે તમામ પ્રાંતીય સરકારોને પ્રતિબંધિત સંગઠનો સામે કાર્યવાહી તેજ કરવાનો નિર્દેશ આપ્યા છે. ડોન સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર આ ઘટનાક્રમ દેશમાં ચરમપંથીઓ અને આતંકવાદી સંગઠનો સામે સરકાર દ્વારા નિર્ણાયત કાર્યવાહી શરુ કરવાની રિપોર્ટ સામે આવ્યાના એક દિવસ બાદ સામે આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]