પરવેઝ મુશર્રફને ગંભીર માંદગીઃ ફરી દુબઈની હોસ્પિટલમાં દાખલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફને ફરી એકવાર દુબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે કેટલીક ગંભીર બીમારીથી પીડિત છે. માર્ચની શરૂઆતમાં મુશર્રફને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના અગ્રણી અખબારના અહેવાલ મુજબ, મુશર્રફની પાર્ટીએ કહ્યું હતું કે તેઓ પહેલાંથી જ સારવાર લઈ રહ્યાં છે, પરંતુ તેમની તબિયત વધુ બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુશર્રફ એમિલોઇડસિસથી પીડિત છે, જેની સારવાર ચાલી રહી છે. તેને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.  ગયા વર્ષે ઓક્ટોબરમાં મુશર્રફની માંદગીનો ખુલાસો થયો હતો, જેની સારવાર માટે તેમને દર ત્રણ મહિને લંડન જવું પડતું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેની બીમારી સામે આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રોગને લીધે તેઓ સતત નબળાઇ અનુબવે છે. આ રોગને લીધે, પાચન પછીની બાકીનું પ્રોટીન શરીરના ભાગોમાં એકઠું થવા લાગે છે, જેના કારણે મુશર્રફને ઉભા રહેવામાં અને ચાલવામાં તકલીફ થાય છે.

માર્ચ 2014માં મુશર્રફ પર વર્ષ 2007માં બંધારણનો ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેઓ 2016માં સારવાર માટે દુબઈ ગયાં હતાં અને ત્યારથી પાકિસ્તાન પરત ફર્યાં નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]