પાકિસ્તાનની નવી સરકાર નક્કી કરશે CPEC પ્રોજેક્ટનું ભવિષ્ય

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની ચૂંટણી અને ત્યાં બનનારી નવી સરકારના ઘટનાક્રમ ઉપર ચીન પણ નજર માંડીને બેઠું છે. મહત્વની વાત એ છે કે, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટમાં ચીને આશરે 62 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જેથી ચીનને હવે એ વાતની ચિંતા છે કે, જો નવાઝ શરીફની પાર્ટી ચૂંટણીમાં નહીં જીતે અને ઈમરાન ખાન સત્તામાં આવશે તો આ પ્રોજેક્ટનું ભવિષ્ય શું? આપને જણાવી દઈએ કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમરાન ખાને આ પ્રોજેક્ટની આલોચના કરી હતી.ઉલ્લેખનીય છે કે, ચીને જ્યારે તેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ કાર્યક્રમની શરુઆત કરી હતી ત્યારે ચીનનું અનુમાન હતું કે, આનાથી પાકિસ્તાનમાં મોટો બદલાવ આવશે અને નવાઝ શરીફની સરકાર વધુ મજબૂત થશે.

પાકિસ્તાનમાં નવાઝ શરીફને બરતરફ કરાયા પહેલાં ચીનની રેનમિન યુનિવર્સિટીએ એક આંતરિક આંકલનમાં જણાવ્યું હતું કે, આ CPEC પ્રોજેક્ટની સારી પ્રગતિ ફક્ત નવાઝ શરીફ સરકારમાં જ શક્ય છે. અને પનામા પેપર પ્રકરણમાં નવાઝ શરીફની સંડોવણી સામે આવ્યા બાદ જ્યારે પાકિસ્તાનમાં નવાઝની સ્થિતિ નબળી ત્યારે ચીન દ્વારા આ અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, જો કોઈ અપવાદ નહીં સર્જાય અને પાકિસ્તાનની ચૂંટણીમાં નવાઝ શરીફની પાર્ટી ફરીવાર સત્તા પર આવશે તો CPECને સમર્થન મળવાનું ચાલુ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]