પાકિસ્તાને હિંદુઓના આ ધર્મસ્થળને જાહેર કર્યું રાષ્ટ્રીય ધરોહર

નવી દિલ્હીઃ પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનવા પ્રાંતની સરકારે પેશાવરમાં સ્થિત પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળ પંજ તીરથને રાષ્ટ્રીય વિરાસત જાહેર કર્યું છે. અહિંયા સ્થિત પાંચ સરોવરના કારણે આનું નામ પંજ તીર્થ પડ્યું છે. આ સીવાય અહીંયા મંદિર અને ખજૂરના ઝાડના ઉદ્યાન છે. હવે વિરાસત સ્થળના પાંચ સરોવર ચાચા યૂનુસ અને ખૈબર પખ્તુનવા ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના દાયરામાં આવે છે. ખૈબર પખ્તુનવા પુરાતત્વ તેમજ સંગ્રહાલય નિદેશાલય દ્વારા અધિસૂચના જાહેર કરીને કેપી એન્ટિક્વીટીઝ એક્ટ 2016 અંતર્ગત પંજ તીર્થ પાર્કની ભૂમિને વિરાસત સ્થળ જાહેર કર્યું છે.

સરકારે આ સાથે જ આ ઐતિહાસિક સ્થળને નુકસાન કરવા પર દોષીત જણાતા વ્યક્તિ પર 20 લાખ રુપિયાનો દંડ અને પાંચ વર્ષની સજાની જાહેરાત કરી છે.

એવી માન્યતા છે કે આ સ્થાનનો સંબંધ મહાભારતકાલીન રાજા પાંડૂ સાથે છે. તેઓ આ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા હતા. હિંદુઓ આ સરોવરમાં સ્નાન કરવા માટે કારતક માસમાં આવતા હતા અને ઝાડ નીચે બે દિવસ સુધી પૂજા કરતા હતા. જો કે 1834માં અફઘાન દુર્રાની રાજવંશના શાસનકાળ દરમિયાન આ સ્થળ ક્ષતીગ્રસ્ત થયું હતું. જો કે 1834માં શિખ સાશનના સમય દરમિયાન સ્થાનીય હિન્દુઓએ પુનઃનિર્માણ કરીને પૂજા અર્ચના શરુ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]