પાકિસ્તાનના એક જ જિલ્લામાં 140 બાળકોને HIV પોઝિટિવ, 23,000થી વધુ કેસ…

0
1091

ઈસ્લામાબાદઃ અસામાન્ય લાગ્યું એટલે તે પોતાના બાળકને ડોક્ટર પાસે સારવાર માટે લઈ ગઈ. ડોક્ટરે રઝાને એક સીરપ આપી અને કહ્યું કે ગભરાવા જેવી કોઈ વાત નથી. પરંતુ તેની મા તે સમયે ગભરાઈ ગઈ જ્યારે તેને આસપાસના ગામડાંઓમાં પીડિત બાળકોમાં તાવ આવ્યાં બાદ એચઆઈવી થયાની વાત જાણવા મળી.

ચિંતિત બીબી રઝાને હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે પોતાના બાળકને એચઆઈવી પોઝિટિવ છે. તે એવા 500 લોકોમાં શામેલ છે કે જેમના કેસ એચઆઈવી પોઝીટીવ મળી આવ્યાં છે. આમાં મોટાભાગના બાળકો છે. બાળકની માતાએ કહ્યું કે જ્યારથી અમે સાંભળ્યું છે કે દીકરાને એચઆઈવી પોઝિટિવ છે ત્યારથી અમે ખૂબ દુઃખી છીએ.

બીબીએ કહ્યું કે એ જાણીને દિલ તૂટી ગયું કે અમારો બાળક આટલી નાની ઉંમરમાં એચઆઈવીની ઝપેટમાં આવી ગયો. તેમણે જણાવ્યું કે તેમના પરિવારના તમામ સભ્યોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો પરંતુ માત્ર રઝાને જ એચઆઈવી પોઝિટિવ આવ્યો છે. સિંધ પ્રાંતમાં એઈડ્સ નિયંત્રય કાર્યક્રમના પ્રમુખ સિકંદર મેમણે જણાવ્યું કે અધિકારીઓએ 13,800 લોકોની તપાસ કરવામાં આવી જેમાં 410 બાળકો તેમ જ 10 વયસ્ક એચઆઈવી પોઝિટિવ છે.

પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આખા દેશમાં એચઆઈવીના 23,000થી વધારે મામલા નોંધ્યાં છે. પાકિસ્તાની સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે સંક્રમિત સીરિંઝના ઉપયોગથી એચઆઈવી દેશભરમાં ફેલાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે એવું લાગે છે કે સ્થાનીય ચિકિત્સક મુઝફ્ફર ગાંધરોએ એપ્રિલની શરુઆતમાં દર્દીઓને સંક્રમિત કર્યા અને ત્યાર બાદથી લરકાનામાં એચઆઈવી ફેલાયો. ચિકિત્સકને એઈડ્સ છે.