પાકિસ્તાન: પીએમ, પ્રેસિડેન્ટ સહિતના નેતાઓની ફર્સ્ટક્લાસ હવાઈ યાત્રા પર પ્રતિબંધ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ઈમરાન ખાનની નવી સરકારે પ્રેસિડેન્ટ, વડાપ્રધાન સહિત ટોચના નેતાઓની પ્રથમ વર્ગની હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગતરોજ વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.ફવાદ ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ચીફ જસ્ટિસ, સેનેટના ચેરમેન, નેશનલ એસેમ્બલીના સ્પીકર અને રાજ્યોના મુખ્યપ્રધાનો ક્લબ/બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરશે. એક સવાલના જવાબમાં ફવાદ ચૌધરીએ કહ્યું કે, લશ્કરના વડાને પ્રથમ વર્ગમાં હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી નહતી અને તેમણે હંમેશા બિઝનેસ ક્લાસનો ઉપયોગ કર્યો હતો.

25 જુલાઈએ પાકિસ્તાનની ચૂંટણી જીત્યા બાદ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે, તે વડાપ્રધાન બનવા છતાં આલીશાન ગૃહમાં નહીં રહે. તેમણે આવાસના એક નાના ભાગમાં રહેવાનું નક્કી કર્યું. જ્યાં પહેલા વડાપ્રધાનના લશ્કરી સચિવ રહેતા હતા. વધુમાં ઈમરાન ખાને માત્ર બે જ ગાડી અને બે નોકરો રાખવાનો નિર્ણય લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]