બાંગ્લાદેશઃ ડુંગળીના ભાવ આસમાને છે કે વડાપ્રધાનને ય પોસાતી નથી

ઢાકાઃ બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા બાદ સરકારે વિમાનથી તુરંત જ ડુંગળી આયાત કરવાનો નિર્ણય કર્યો છે. અહીંયા ડુંગળીના ભાવ આશરે 220 રુપિયા જેટલા થઈ ગયા છે. એક અધિકારીએ આ મામલે માહિતી આપી હતી. જો કે, આ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના જમવાના લિસ્ટમાંથી ડુંગળીને હટાવી દીધી હતી. ભારતથી નિર્યાત રોકવામાં આવ્યા બાદ તેના પાડોશી દેશોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ભારતમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે, જેનાથી ઉત્પાદન ઓછું થયું છે. દક્ષિણ એશિયાના દેશોમાં ડુંગળી ભોજનનું અભિન્ન અંગ છે અને આ રાજનૈતિક દ્રષ્ટીકોણથી ભારે સંવેદનશિલ ખાદ્ય ઉત્પાદન છે.

બાંગ્લાદેશમાં એક કીલો ડુંગળીના ભાવ સામાન્ય રિતે 30 ટકા (25 રુપિયે કિલો) રહેતા હોય છે, પરંતુ ભારતમાંથી નિર્યાત બંધ કરવામાં આવ્યા બાદ ઉપ્લબ્ધતામાં મોટો ઘટાડો થયો છે અને એટલે જ ત્યાં ડુંગળીના ભાવ વધીરે 220 રુપિયા કિલો પર પહોંચી ગયા છે.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના ઉપ-પ્રસ સચિવ હસન જાહિદ તુષારે કહ્યું કે, ડુંગળી વિમાનથી મંગાવવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાને કહ્યું કે, તેમણે પોતાના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધો છે.

તુષારે કહ્યું કે, ઢાકામાં વડાપ્રધાનના આવાસ પર કોઈપણ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. સ્થાનિક મીડિયા અનુસાર, ડુંગળીનો ઘણો જથ્થો મુખ્ય પોર્ટ ચિગાંવમાં રવિવારે પહોંચ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]