જાપાન ઓલમ્પિક ગેમ્સને લઈને મોટો નિર્ણય

ટોક્યોઃ ટોક્યો ઓલમ્પિક સમિતિના અધ્યક્ષે ગેમ્સને લઈને એક મોટું નિવેદન આપ્યુ છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવેલી ગેમ્સને વધારે આગળ ન વધારી શકાય. ટોક્યો 2020 ના અધ્યક્ષ યોશિરો મોરીએ કહ્યું કે, ગેમ્સને 23 જુલાઈ 2021 થી આગળ ન વધારી શકાય. તેમણે કહ્યું કે, ગેમ્સની વ્યવસ્થા સિવાય પ્લેયર્સ અને તમામ મામલાઓ વિશે વિચારો. મોરીએ કહ્યું કે, તેમણે વડાપ્રધાન શિંઝો એબેને પહેલા પૂછ્યું હતું કે શું ગેમ્સને બે વર્ષ માટે ટાળવી પડશે? આ મામલે વડાપ્રધાને એક જ વર્ષ માટે ગેમ્સને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.

હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું એક વર્ષની અંદર આ ગેમ્સ થઈ પણ શકશે? આ સપ્તાહ કોબે યૂનિવર્સિટીના સંક્રામક રોગ વિભાગના પ્રોફેસરો કેંતારો ઈવાતાએ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો મને નથી લાગતું કે ગેમ્સ આવતા વર્ષે પણ થઈ શકશે.