જે મુદ્દે રાષ્ટ્રપ્રમુખ બન્યાં તે મુદ્દે વાત કરવાનું ટ્રમ્પે ટાળ્યું

લાસ વેગાસઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અમેરિકામાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા હુમલા બાદ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે લાસ વેગાસ પહોંચ્યા હતાં. પરંતુ આ મુલાકાત દરમિયાન તેઓએ બંદૂક નિયંત્રણ મુદ્દે વાત કરવાનુ ટાળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રંપે સ્થાનિક રાજનેતાઓ અને આ હુમલામાં ઘાયલ થયેલા લોકો સાથે વાત કરી હતી. આ હુમલામાં 59 લોકોના મૃત્યુ થયાં છે અને 500થી વધારે લોકો ઘાયલ થયાં છે.

આ ભયાનક હત્યાકાંડ બાદ અમેરિકામાં બંદૂકના કાયદા પર સવાલો ઉઠી રહ્યાં છે, ત્યારે ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે હું આ મામલે કોઈ જ વાત કરવા નથી માગતો. તેમણે એ હોસ્પીટલની મુલાકાત લીધી હતી જ્યાં હુમલામાં ઘાયલ થયેલાં લોકોને સારવાર આપવામાં આવી રહી છે. ટ્રમ્પે જણાવ્યું કોઈના બદઈરાદાઓ આપણી એકતાને નષ્ટ નહીં કરી શકે, હિંસાથી આપણી એકજૂટતા ક્યારેય નહી તૂટે. ટ્રમ્પે જણાવ્યું કે હું આ મૂર્ખતાપૂર્ણ ઘટનાની આકરી ટીકા કરું છું પરંતુ આપણી પ્રેમની ભાવના જ આપણને પરિભાષિત કરે છે અને હંમેશા કરતી રહેશે.

ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે મેં ઘાયલોની મુલાકાત કરી છે અને આપણે તેમના દર્દ અને તેમને પહોંચેલી હાનિની કલ્પના પણ ન કરી શકીએ. ટ્રમ્પે જણાવ્યું કે હું પીડિતોના પરિવારોને કહેવા માંગું છું કે અમે હંમેશાં તમારી સાથે છીએ. અને તમે જલદી જ સાજા થઈ જાવ તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]