પીએમ મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકાનાં નગ્ન વિડિયોથી સનસનાટી

ઈસ્લામાબાદ – પાકિસ્તાનની વિવાદાસ્પદ પોપ-ગાયિકા રાબી પિરઝાદાની અમુક ઉત્તેજક તસવીરો અને નગ્ન વિડિયો ઓનલાઈન લીક થતાં પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે.

આ ગાયિકાએ ગયા સપ્ટેંબર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જાન લેવાની ધમકી આપી હતી. રાબી ખતરનાક મગરમચ્છ, સાપ અને અજગર પોતાનાં ઘરમાં રાખવાની અને હાથમાં પકડીને એની સાથે રમવાની શોખીન છે.

રાબી પિરઝાદા ટેલિવિઝન શોની હોસ્ટ તરીકે પણ ભૂમિકા બજાવે છે.

ગયા સપ્ટેંબરમાં, સાપ અને મગરમચ્છ સાથે પોતાનો 15 સેકંડનો વિડિયો રિલીઝ કરીને રાબીએ વડા પ્રધાન મોદીનો જાન લેવાની ધમકી આપ્યા બાદ સોશિયલ મિડિયા પર ભારતીયો દ્વારા એ ખૂબ ટ્રોલ થઈ હતી.

હવે એની કેટલીક ઉત્તેજક તસવીરો તથા નગ્ન વિડિયો સોશિયલ મિડિયા પર લીક થઈ ગયા છે.

જોકે કેટલાક પાકિસ્તાની ટ્વિટર યૂઝર્સે રાબીનો પક્ષ લઈને એવી અપીલ કરી છે કે આ તસવીરો અને વિડિયો ફોરવર્ડ કે શેર કરવા ન જોઈએ.

કેટલાક ટ્વિટર યુઝર્સનું કહેવું છે કે રાબીએ તાજેતરમાં પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફૂર સાથે ઝઘડો કર્યા બાદ એની તસવીરો અને વિડિયો ઓનલાઈન લીક થયા છે.

પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફૂર

બીજા કેટલાકનું કહેવું છે કે રાબીનાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડે આ બધું લીક કર્યું છે.