ઉત્તર કોરિયાએ નવા હથિયારનું કર્યું પરીક્ષણ, કોના પર છે નિશાન?

નવી દિલ્હીઃ ઉત્તર કોરિયાએ જાહેરાત કરી છે કે તેણે એક નવા પ્રકારના ટેક્ટિકલ નિર્દેશિત હથિયારનું નિરીક્ષણ કર્યું છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે કિમ જોંગ ઉને બુધવારના રોજ એકેડમી ઓફ ડિફેન્સ સાયન્સ દ્વારા હથિયારના ફાયરિંગનું નિરીક્ષણ કર્યું. એજન્સીના રિપોર્ટ અનુસાર કિમે કહ્યું કે હથિયાર પ્રણાલીનો વિકાસ પીપલ્સ આર્મીની યુદ્ધ શક્તિ વધારવામાં ખૂબ મહત્વપૂર્ણ છે.

કિમે નવા પ્રકારના ટેક્ટિકલ ગાઈડેડ હથિયારના પરીક્ષણ મામલે જાણવા માટે બનાવડાવેલી નિરીક્ષણ પોસ્ટથી આ પરીક્ષણ પર નજર રાખી. આ જાહેરાત ઉત્તર કોરિયાઈ મિસાઈલ રીસર્ચ સેન્ટર અને લાંબા અંતર સુધી રોકેટ નિર્માણ સાઈટ પર નવી ગતિવિધિનો રિપોર્ટ આવ્યા બાદ સામે આવી છે. માનવામાં આવે છે કે આ રિસર્ચ સેન્ટર અને સાઈટ પર ઉત્તર અમેરિકાની જમીનને ટાર્ગેટ કરનારી લાંબા અંતરની મિસાઈલો પર કામ કરવામાં આવે છે. તો વ્હાઈટ હાઉસે કહ્યું કે તેને આ રિપોર્ટની જાણકારી હતી અને કોઈ ટિપ્પણી નહોતી.

ઉલ્લેખનીય છે કે તમામ પ્રયત્નો છતા દુનિયાના સૌથી તાકાતવાળા દેશ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. વિયતનામમાં થયેલી હનોઈ શિખર વાર્તા નિષ્ફળ રહ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઉત્તર કોરિયાએ એક સેટેલાઈટનું નવી રીતે નિર્માણ કર્યું તો તેમને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથે ખુબ નિરાશા થશે.

આપને જણાવી દઈએ કે કોરિયાઈ અંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઈલ યોંગબ્યોન પ્લાંટમાં નવી ગતિવિધિઓનો ખ્યાલ આવ્યા બાદથી જ તણાવ વધવાના સમાચારો સામે આવી રહ્યા છે. આ પ્લાન્ટમાં ઉત્તર કોરિયાની પ્રથમ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું ઉત્પાદન થતું રહ્યું છે.

ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને તાજેતરમાં જ ચેતવણી આપી છે પરંતુ તેઓ પોતાના પરમાણુ કાર્યક્રમ પર લગામ નથી લગાવતા, તો મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મત છે કે ઉત્તર કોરિયાને આ પ્રકારના પ્રતિબંધોથી રાહત નથી મળવાની. આનાથી તેમની અર્થવ્યવસ્થા હલબલી જશે. માત્ર આટલું જ નહી પરંતુ તેમના પર વધુ નવા પ્રતિબંધો લગાવવા મામલે પણ વિચાર કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]