કિમ જોંગ-મૂન જે ઇનની ઐતિહાસિક મુલાકાતઃ અણુ હથિયારોથી મુક્તિ મુદ્દે સહમતી સધાઈ

સીઓલઃ છેલ્લા છ દાયકાઓથી ચાલી રહેલા તણાવ બાદ અંતે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાના નેતાઓએ મુલાકાત કરી હતી. નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ મૂન જે-ઇન સાથે મુલાકાત કરવા માટે સાઉથ કોરિયા પહોંચ્યા. વર્ષ 1953માં કોરિયન યુદ્ધ બાદ આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઇ નોર્થ કોરિયાના નેતાએ સાઉથ કોરિયાની જમીન પર પગ મુક્યો હોય. કિમ જોંગ-ઉન અને સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ મૂન જે-ઇને એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને આ સાથે જ એક ઐતિહાસિક સમિટની શરૂઆત થઇ. પનમુનજોમ કોરિયન દ્વિપની એક માત્ર એવી જગ્યા છે જ્યાં સાઉથ અને નોર્થ કોરિયા ઉપરાંત અમેરિકાના સૈનિકો દિવસ-રાત ગોઠવાયેલા રહે છે. વર્ષ 1953 બાદ અહીં યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે.

પરમાણુ હથિયારોથી મુક્તિ મુદ્દે સહમતી

કિમ અને મુને લંચ બાદ બેઠક કરી હતી. બંન્ને નેતાઓ વચ્ચે થયેલી બેઠક બાદ જાહેર કરવામાં આવેલા એક ઘોષણાપત્રમાં સ્પષ્ટ રીતે નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ પર પ્રતિબંધ લાદવાની નહી પરંતુ આખા કોરિયન દ્વિપને પરમાણુ હથીયારોથી મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી. સાઉથ અને નોર્થ કોરિયાએ પેન્નીનસુલાને ન્યૂક્લિયર વેપન્સથી મુક્ત કરવાના સામૂહિક હેતુ પર સહમતિ વ્યક્ત કરી છે. બંને દેશોએ જણાવ્યું કે, આ દિશામાં ઉઠાવવામાં આવેલા નોર્થ કોરિયાના પગલાં મહત્વના છે અને તેઓ આગળ પણ આ ક્ષેત્રમાં પોતાની ભૂમિકાઓ નિભાવતા રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]