અમેરિકામાં ભણતા ભારતીયોની સંખ્યા 2018માં 5.4 ટકા વધી

વોશિંગ્ટન – અમેરિકામાં ભણતા ભારતીયોની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 5.4 ટકા વધીને 1,96,271 થઈ છે.

ઈન્ટરનેશનલ એજ્યૂકેશનલ એક્સચેન્જ સંસ્થાએ આજે રિલીઝ કરેલા ‘2018 ઓપન ડોર્સ રિપોર્ટ’માં આ જણાવવામાં આવ્યું છે.

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી વધતી રહી છે.

2017માં અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા હતી 1,86,000.

યુએસ-ઈન્ડિયન એજ્યૂકેશનલ ફાઉન્ડેશન સંસ્થાના કાર્યક્રમમાં બોલતાં અમેરિકાના કોન્સ્યુલર અફેર્સ ખાતાના પ્રધાન જોસેફ પોમ્પરે કહ્યું કે છેલ્લા 10 વર્ષના આંકડા પરથી કહી શકાય છે કે અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ છે. આનાં કારણો સ્પષ્ટ છેઃ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવાનું પસંદ કરે છે અને અમેરિકા દેશ ભારતીય વિદ્યાર્થીઓને એવું જ શિક્ષણ આપી રહ્યું છે.