નવાઝ શરીફની લાહોર એરપોર્ટ પર ધરપકડ

લાહોર – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ અને એમના પુત્રી મરિયમ શરીફની ભ્રષ્ટાચારના એક કેસના સંબંધમાં આજે લાહોર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.
પિતા-પુત્રી લંડનથી ઈતિહાદ એરવેઝના વિમાન દ્વારા અબુ ધાબી થઈને લાહોર આવી પહોંચ્યા હતા.

આ કેસ લંડનમાં શરીફ પરિવારે ચાર ફ્લેટની ખરીદીમાં કથિતપણે કરેલા ભ્રષ્ટાચારને લગતો છે.

આ કેસમાં પાકિસ્તાનની કોર્ટે નવાઝ શરીફને કસુરવાર ગણાવી 10 વર્ષની સજા ફરમાવી છે જ્યારે એમના પુત્રીને 7 વર્ષની જેલની સજા કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]