અમેરિકન રાજકારણનો સંદર્ભ અને જેફ બેઝોસનું ગુપ્ત પ્રકરણ, બહાર આવી માહિતી

નવી દિલ્હી- વોલ સ્ટ્રીટ જનરલના એક રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી અમીર બિજનેસમેન જેફ બેજોસ અને તેની ગર્લફ્રેન્ડ લૉરેન સાન્ચેઝ વચ્ચેને અફેરનો પુરાવો મેળવવા માટે મેગેઝીન નેશનલ ઈન્ક્વાયરે લોરેનના ભાઈ માઈકલને લગભગ સવા કરોડ રૂપિયા આપ્યાં હતાં. અમેરિકન મીડિયાના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બેજોસ અને લૉરેનના સંબંધોને સામે લાવનારી મેગેઝીન નેશનલ ઇન્ક્વાયરે બેજોસ અને લોરેન વચ્ચે થયેલા મેસેજના અંશોને અંદાજે 2 લાખ મિલિયન ડોલરમાં માઈકલ પાસેથી ખરીદ્યા હતાં.

નેશનલ ઇન્ક્વાયરે આ વર્ષે જાન્યુઆરીમાં તેમના રિપોર્ટમાં ખુલાસો કરતા લખ્યું હતું કે, બેજોસના પૂર્વ ટીવી એન્કર લૉરેન સાન્ચેઝ સાથે સંબંધો છે. મેગેઝીને બંનેના કેટલાંક પ્રાઇવેટ મેસેજ અને તસવીરો પ્રકાશિત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, બેજોસ 455 કરોડ રૂપિયાના પોતાના પ્રાઇવેટ જેટમાં સેન્ચેઝને અનેક શહેરોમાં ડેટ પર પણ લઇ ગયાં હતાં.

મહત્વનું છે કે, નેશનલ ઇન્ક્વાયરની પેરેન્ટ કંપની અમેરિકન મીડિયા ઇંકના માલિક ડેવિડ પેકર અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત છે. બેજોસ અને લૉરેનના મેસેજ લીક થવાની તપાસ કરનારા સિક્યોરિટી કન્સલ્ટન્ટ ડે બેકરે આ મામલાને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો હતો. બેજોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તે વોશિંગ્ટન પોસ્ટ અખબારના માલિક છે. તેઓનું અખબાર ટ્રમ્પ વિરૂદ્ધ સતત રિપોર્ટિંગ કરતું રહ્યું છે. ટ્રમ્પે આ અખબારને ફેક ન્યૂઝનું સ્ત્રોત ગણાવ્યું હતું. તેઓ બેજોસ, વોશિંગ્ટન પોસ્ટ અને એમેઝોન પર અનેકવાર નિશાન સાધી ચૂક્યા છે.

બેજોસ અને તેની ગર્લફ્રેન્ડ લૉરેન

ફેબ્રુઆરીમાં અમેરિકન મીડિયાએ જણાવ્યું કે, બેજોસ અને લૉરેનના સંબંધો વિશે મીડિયાને જાણકારી લૉરેનના ભાઇ માઇકલ સાન્ચેઝે જ આપી હતી. આ મામલે માઇકલ જ નેશનલ ઇન્ક્વાયરનો સૂત્ર હતો.

જેફ બેજોસ અને તેની પત્ની મેકેન્ઝી બેજોસે જાન્યુઆરીમાં ડિવોર્સની જાહેરાત કરી હતી. જેના બીજાં દિવસે જ નેશનલ ઇન્ક્વાયરે બેજોસ અને લૉરેનના સંબંધો સાથે જોડાયેલા રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. તેઓનું કહેવું હતું કે, ડિવોર્સનું કારણ લૉરેન છે. બેજોસને અમારા રિપોર્ટિંગ વિશે જાણકારી મળી ગઇ હતી. તેથી તેઓએ સમાચાર પ્રકાશિત થતાં પહેલાં જ ડિવોર્સની જાહેરાત કરી દીધી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]