NASA એ ચંદ્રયાન-2 ને લઈને શું કર્યો મોટો ખુલાસો?

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2 ના લેન્ડરને લઈને NASA એ મોટો ખુલાસો કર્યો છે. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને ઓર્બિટરથી મળેતા તાજેતરના ફોટોગ્રાફ્સમાં ચંદ્રયાન-2 ના લેન્ડર વિશે કશો ખ્યાલ આવી શક્યો નથી. નાસાએ કહ્યું કે, હોઈ શકે છે કે જે સમયે અમારા ઓર્બિટરે ફોટો લીધો તે સમયે લેન્ડર કોઈ છાંયામાં છુપાઈ ગયું હોય. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ચંદ્રયાન-2 નો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો હતો. નાસાના પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ નોહ એડવર્ડે કહ્યું કે અમારા ઓર્બિટરે 14 ઓક્ટોબરના રોજ ચંદ્રયાન-2 ના વિક્રમ લેન્ડિંગ સાઈટનો ફોટો લીધો હતો. પરંતુ અમને ત્યાંથી કોઈપણ એવો ફોટો મળ્યો નથી કે જેમાં વિક્રમ લેન્ડર દેખાયું હોય.

આ પહેલા નાસાએ ચંદ્રયાન-2 ના લેન્ડરને લઈને મોટો ખુલાસો કર્યો હતો. નાસાએ કહ્યું કે ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમના ચોક્કસ સ્થાનનો ખ્યાલ મેળવવાનો હજી બાકી છે. નાસાએ થોડા દિવસ પણ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. પરંતુ ચંદ્રની જમીન પર આ સ્પેસક્રાફ્ટના ચોક્કસ સ્થાનનો ખ્યાલ મેળવવાનો હજી બાકી છે. જ્યારે આના લેન્ડિંગ એરિયાના ફોટોગ્રાફ્સ આવ્યા હતા, તે સમયે ત્યાં વાતાવરણ ધૂંધળું હતું અને જ્યારે નાસા આ લેન્ડર વિશે માહિતી મેળવવા માટે વધુ એક પ્રયત્ન કરશે.

આના માટે નાસા ઓક્ટોબરમાં ફોટો કેપ્ચર કરવા માટે જરુરી લાઈટ આવવાની રાહ જોશે. નાસાનું આ નિવેદન આના લૂનર રિકોનસિંઆસ ઓર્બિટર કેમેરા દ્વારા લેવામાં આવેલા એ જગ્યાના ફોટોગ્રાફ્સ પર આધારિત હતું કે જ્યાં વિક્રમ લેન્ડરને ચંદ્ર પર લેન્ડ કરાવવા માટે ટાર્ગેટ નકક્કી કરવામાં આવ્યો હતો.

નાસા અનુસાર વિક્રમે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સિમ્પીલિયસ એન અને મેનજનીસ સી કેટ્રર્સ વચ્ચે લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો આ ભારતનો પ્રથમ પ્રયત્ન હતો. અમેરિકી એજન્સીએ કહ્યું હતું કે, વિક્રમનું આ ટાર્ગેટેડ લેન્ડિંગ સ્થળ દક્ષિણી ધ્રુવથી આશરે 600 કિલોમીટર દૂર સ્થીત હતું. નાસાએ કહ્યું હતું કે આ જગ્યાની માહિતી મેળવવા માટે નાસાએ નાનકડો પ્રયત્ન કર્યો. લૂનર રિકોનસિંઆંસ ઓર્બિટર અથવા એલઆરઓ 17 સપ્ટેમ્બરના રોજ આ લેન્ડિંગ સાઈટ પરથી પસાર થયું અને અહીંયાના કેટલાક હાઈ રિઝોલ્યુશન વાળા ફોટોઝ પણ કેપ્ચર કર્યા જો કે અત્યારસુધી એલઆરઓસી ટીમને અહીંયા આજુબાજુમાં લેન્ડર વિશે માહિતી મળી નથી.