પીએમ મોદી વિશ્વના સૌથી શક્તિશાળી નેતા, એક સર્વેમાં મળ્યું તારણ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટી ખુશખબરી સામે આવી છે. વડાપ્રધાન મોદીને બ્રિટિશ હેરાલ્ડના એક પોલમાં રીડર્સે 2019 ના દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ પસંદ કર્યા છે. આ પોલમાં મોદીએ દુનિયાના અન્ય શક્તિશાળી નેતાઓ જેવાકે વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી નિનપિંગને મ્હાત આપી છે. નોમિનેશન લિસ્ટમાં દુનિયાની 25 થી વધારે હસ્તિઓને શામિલ કરવામાં આવ્યા હતા.

વોટિંગ માટે સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો. બ્રિટિશ હેરાલ્ડના રીડર્સને અનિવાર્ય વન ટાઈમ પાસવર્ડ પ્રોસેસ દ્વારા વોટ કરવાનો હતો. સૌથી મહત્વની વાત એ છે કે વોટિંગ દરમિયાન સાઈટ ક્રેશ પણ થઈ, કારણ કે વોટર્સ પોતાની પસંદગીની હસ્તીને જીતાડવાના પ્રયત્નોમાં લાગેલા હતા.

શનિવારના રોજ વોટિંગ પૂર્ણ થયા સુધીમાં વડાપ્રધાન મોદીને પોલમાં સૌથી વધારે 30.9 ટકા વોટ મળ્યા છે. તે પોતાના પ્રતિદ્વંદિયો વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગથી ખૂબ આગળ હતા. આ પોલમાં મોદી બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રહ્યા છે, જેને 29.9 ટકા વોટ મળ્યા. તો 21.9 ટકા લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી શક્તિશાળી વ્યક્તિ માન્યા. ત્યારબાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો નંબર આવ્યો, જેને 18.1 ટકા લોકોએ વોટ આપ્યા. વડાપ્રધાન મોદીનો ફોટો બ્રિટિશ હેરાલ્ડ મેગેઝીનના જુલાઈ સંસ્કરણના કવર પેજ પર પણ પ્રકાશિત કરવામાં આવશે. આ એડિશન 15 જુલાઈના રોજ રિલીઝ થશે.

બ્રિટિશ હેરાલ્ડની વેબસાઈટ પર છપાયેલા આર્ટિકલ અનુસાર તાજેતરના મહીનાઓમાં વડાપ્રધાન મોદીને ભારતીયો દ્વારા ખૂબ વધારે અપ્રૂવલ રેટિંગ્સ મળ્યા છે. 2019 લોકસભા ચૂંટણીમાં આતંકવાદ વિરુદ્ધ પોતાના વલણ અને બાલાકોટમાં આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઈક બાદ તેમના સમર્થકોમાં ભારે વધારો થયો. આ સીવાય આયુષ્માન ભારત, ઉજ્વલા યોજના અને સ્વચ્છ ભારત અભિયાને પણ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]