ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈનનો મૃતદેહ કબરમાંથી ગાયબ!

બગદાદ- ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈનનો મૃતદેહ તેની કબરમાંથી ગાયબ થઈ ગયો છે. વર્ષ 2006માં સદ્દામ હુસૈનને ફાંસીની સજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેને જે જગ્યા પર દફનાવવામાં આવ્યા હતા તે કોન્ક્રીટની કબર તૂટેલી સ્થિતિમાં અને ખાલી મળી આવી છે. જોઈએ શું છે આખી ઘટના.આપને જણાવી દઈએ કે, અમેરિકા સામેના યુદ્ધમાં સદ્દામ હુસૈન અને ઈરાકી સેનાનો પરાજય થયા બાદ 30 ડિસેમ્બર 2006ના રોજ સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી હતી. ફાંસી આપ્યા બાદ તેના મૃતદેહને અમેરિકન મિલિટ્રી હેલિકોપ્ટર દ્વારા ઈરાક લાવવામાં આવ્યો હતો. જ્યાં ઈરાકના અલ-અવજા ખાતે તેની દફનવિધિ કરવામાં આવી હતી. બાદમાં આ જગ્યા તીર્થસ્થાન તરીકે વિખ્યાત થઈ ગઈ હતી.

સદ્દામ હુસૈનના એક વંશજ શેખ મનફ અલી અલ નિદાના જણાવ્યા મુજબ કોઈએ સદ્દામ હુસૈનના મૃતદેહને કબરમાંથી કાઢીને તેતા સળગાવી દીધો છે. બીજી તરફ સદ્દામની કબરની સિક્યોરિટીમાં તહેનાત કરવામાં આવેલા સુરક્ષાદળોનું કહેવું છે કે, આતંકી સંગઠન ISISના હુમલામાં સદ્દામ હુસૈનની કબર બરબાદ થઈને નાશ પામી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]