હજયાત્રા બહિષ્કારની મુહિમ છેડતાં મુસ્લિમ વિદ્વાનો, આ છે કારણ…

નવી દિલ્હીઃ સાઉદી અરબમાં સ્થિત ઈસ્લામના પવિત્ર તીર્થસ્થળ મક્કામાં થનારી હજ યાત્રાનો આ વર્ષે મુસ્લિમ સમાજના લોકો જ વિરોધ કરી રહ્યા છે. આ અત્યંત ચોંકાવનારું છે કે સાઉદી અરબના શાસક પ્રિન્સ મહોમ્મદ સલમાને હજ યાત્રાને વધારે સરળ બનાવવા માટે ઘણાં પગલાં ભર્યાં છે. પછી આખરે આના વિરોધ પાછળ કયા કારણો છે? આવો આ સમજવાનો પ્રયત્ન કરીએ.

સાઉદી અરબ અત્યારે આંતરિક રાજનૈતિક ક્લેશમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રિંસ સલમાન જે નીતિઓ પર સાઉદી અરબને આગળ લઈ જવા ઈચ્છી રહ્યાં છે, તેનાથી ઘણા મુસ્લિમ અને ધાર્મિક સંગઠનો ખુશ નથી. હજ યાત્રાના બહિષ્કારની જ્વાળા ગત વર્ષે જ ઉઠી હતી. પરંતુ ગત એપ્રિલમાં જ્યારે લીબિયાના સૌથી જાણીતા સુન્ની મૌલવી ગ્રૈંડ મુફ્તી સાદિક અલ-ઘકીઆનીએ બહિષ્કારનું આહ્વાન કર્યું, ત્યારે દુનિયાભરમાં તેની ગૂંજ સંભળાઈ હતી. મૌલવીની અપીલમાં બીજીવાર હજ યાત્રા કરવા પર ઈસ્લામમાં પાપનો ભાગીદાર બનવાનો ઉલ્લેખ હોવાની પણ વાત હતી. જો કે વિરોધ પાછળનું કારણ તો અલગ જ હતું.

હજના વર્તમાન વિરોધ પાછળ પ્રથમ અને પ્રમુખ તર્ક એ જ દર્શાવવામાં આવી રહ્યો છે કે હજ યાત્રા દરમિયાન દુનિયાભરના મુસ્લિમો પોતાના પૈસા સાઉદી અરબને આપી આવે છે. અને આના કારણે સાઉદી અરબની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થઈ રહ્યો છે.

લીબિયાઈ મૌલવીનો આરોપ છે કે હજથી મળનારા પૈસાઓથી સઉદી અરબની ન માત્ર અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે પરંતુ તે નાણાંનો ઉપયોગ દહેશત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સાઉદી અરબ પર આરોપ છે કે હજથી મળનારા પૈસાથી સાઉદી અરબ હથિયારોની ખરીદી કરી રહ્યું છે. બીજી રીતે આ હથિયારોનો ઉપયોગ સીરિયા, લીબિયા, ટ્યૂનીશિયા, સૂડાન અને અલ્ઝીરિયા જેવા દેશોમાં દહેશત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વાતનો ઉલ્લેખ કરતાં મૌલવી સાદિકે દુનિયાભરના મુસ્લિમોને કહ્યું કે હજ પર જઈને સાઉદી અરબને પૈસા આપીને દહેશત ફેલાવનારા દેશની બિલકુલ મદદ ન કરો.

પ્રાપ્ત વિગતો અનુસાર યમનમાં સાઉદી અરબ દ્વારા સપ્લાય કરવામાં આવેલા બોમ્બથી સતત હુમલાઓ ચાલુ છે. આમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ઈસ્તંબુલ દૂતાવાસમાં પત્રકાર જમાલ ખશોગીની દર્દનાક હત્યા કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબ સતત દહેશતગર્દીને વેગ આપી રહ્યું છે, જેમાં હજથી મળનારા પૈસાની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

લિબિયાઈ મૌલવી હજ યાત્રાના બહિષ્કારને લઈને અવાજ બુલંદ કરનારા પ્રથમ વ્યક્તિ નથી. આ પહેલાં સાઉદી અરબના જ પ્રખર ટીકાકાર યુસૂફ અલ કારાડાવીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ફતવો જાહેર કરીને બહિષ્કારનું આહ્વાન કર્યું હતું. આમાં તેમણે હજના વિકલ્પ તરીકે બીજા રસ્તાઓ પણ બતાવ્યાં હતાં, જેમાં ભૂખ્યાંને ભોજન કરાવવા સહિતના અનેક સત્કાર્યો દર્શાવવામાં આવ્યાં હતાં.

સાઉદી અરબ બખૂબી જાણે છે કે તેના માટે હજ યાત્રાનું મહત્વ શું છે. એટલા માટે સાઉદી અરબ પોતાના ઐતિહાસિક મૂલ્યોનો ખ્યાલ રાખે છે. ઈસ્લામના બંને પ્રમુખ શહેરો મક્કા અને મદીના, તેમ જ હજરત મહોમ્મદ પૈગમ્બર અને કાબા બંનેની મજાર આ જ દેશમાં છે. પોતાના આ આકર્ષણને જ બચાવી રાખવા માટે જ્યારે 1979માં ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ તો ધાર્મિક માન્યતાઓને બચાવવા માટે સાઉદી અરબમાં દુનિયાભરની મસ્જિદોને બનાવી રાખવાને તેમને વધારે મજબૂત કરવા માટે અરબો-ખરબોનું ફંડિંગ કરવામાં આવ્યું હતું.

સાઉદી અરબ કોઈપણ સ્થિતિમાં પોતાના દેશથી હજયાત્રીઓને દૂર થતાં નહીં ઈચ્છે. ત્યારે લીબિયાઈ મૌલવી હોય કે પછી યમનના બીજા ખલીફા, સાઉદી અરબ તમામ લોકોને શાંત કરાવવાની તાકમાં રહેશે. આનાથી અરબ દેશોમાં વધારે ક્લેશની શક્યતાઓ વધતી જોવા મળી રહી છે.