લંડનઃ શરિયા અદાલત ચલાવનારા ધર્મગુરુ મુશ્કેલીમાં, રેપ કેસમાં પૂછપરછ

લંડન- યુનાઈટેડ કિંગડમમાં શરિયા અદાલત ચલાવનારા મુસ્લિમ ધર્મગુરુ શેખ ફેઝ-ઉલ-અક્તાબ સિદ્દીકી પર ડચની રહેવાસી બે મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. મુસ્લિમ ધર્મગુરુ શેખ ફેઝ-ઉલ-અક્તાબ સિદ્દીકી પર આરોપ લગાવનારી મહિલાઓનું કહેવું છે કે, વર્ષ 1980 અને 1990 વચ્ચે મુસ્લિમ ધર્મગુરુએ તેમનું જાતીય શોષણ કર્યું હતું.પીડિતાઓના જણાવ્યા મુજબ ઘટના સમયે બન્નેની ઉંમર 11 અને 12 વર્ષ હતી. અને તેમના પરિવારજનોએ તેમને શેખ સિદ્દીકીના પિતા પાસે અભ્યાસ માટે મોકલ્યા હતા. શેખ સિદ્દીકીના પિતા હઝરત મુજાહિદ અબ્દુલ વહાબ સિદ્દીકી જાણીતા મુસ્લિમ વિદ્વાન હતા.

બન્ને પીડિતાઓએ જણાવ્યું કે, જ્યારે તેઓ અભ્યાસ માટે હઝરત મુજાહિદ અબ્દુલ વહાબ સિદ્દીકીના ઘરે જતી ત્યારે શેખ ફેઝ-ઉલ-અક્તાબ સિદ્દીકીએ તેમના પર દુષ્કર્મ કર્યું હતું. આ તરફ યુનાઈટેડ કિંગડમમાં સૌથી મોટી શરિયા અદાલત ચલાવનારા 51 વર્ષિય મુસ્લિમ ધર્મગુરુ શેખ સિદ્દીકીએ તેમના ઉપર લગાવવામાં આવેલા આરોપોને નિરાધાર ગણાવ્યા છે.

બીજી તરફ આ મામલામાં વેસ્ટ મિડલેન્ડની પોલીસ આરોપો અંગે તપાસ કરી રહી છે અને પોલીસે મુસ્લિમ ધર્મગુરુની પૂછપરછ પણ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]