વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોની યાદીમાં 14 શહેર ભારતનાં

ન્યુ યોર્ક – હવાના પ્રદૂષણને કારણે સૌથી પ્રદૂષિત થયેલા વિશ્વના ટોચના 20 શહેરોની એક યાદી વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડી છે. એમાં ભારતના 14 શહેરો છે.

ભારતના આ શહેરો છેઃ દિલ્હી, વારાણસી, કાનપુર, લખનઉ, ફરિદાબાદ, ગયા, પટના, આગરા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર.

ગંદકી અને પ્રદૂષણને ધ્યાનમાં લઈને ક્રમાંકવાર ભારતના સૌથી ખરાબ શહેરો આ મુજબ છેઃ કાનપુર, ફરિદાબાદ, વારાણસી, ગયા, પટના, દિલ્હી, લખનઉ, આગરા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર.

આ યાદીમાં કુવૈતનું અલી સુબાહ અલ-સલેમ અને ચીનના પણ અમુક શહેરો છે.