સ્વિસ બેન્કોમાં ભારતીયોએ જમા કરેલા નાણાંમાં 50 ટકાનો વધારો થયો

0
708

ઝૂરીક/નવી દિલ્હી – સ્વિસ બેન્કોમાં ભારતીય લોકોએ જમા કરાવેલા નાણાંનો આંક 50 ટકા જેટલો વધી ગયો છે. આ આંક 2017માં વધીને 1.01 અબજ સ્વિસ ફ્રાન્ક એટલે કે રૂ. 7000 કરોડ થયો હતો.

સ્વિસ બેન્કોમાં શંકાસ્પદ કાળા નાણાં જમા કરાવનારાઓ પર ભારત સરકારે શરૂ કરેલી તવાઈના અહેવાલો છતાં ટ્રેન્ડ હવે રીવર્સ જોવા મળ્યો છે.

સ્વિસ બેન્કોમાં તમામ વિદેશી ગ્રાહકોએ જમા કરાવેલા કુલ ફંડનો આંકડો 2017માં 3 ટકા જેટલો વધ્યો હતો. એ આંક 1.46 ટ્રિલિયન સ્વિસ ફ્રાન્ક અથવા રૂ. 100 લાખ કરોડ છે.

સ્વિસ નેશનલ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી પરથી આ જાણવા મળ્યું છે.

2016માં સ્વિસ બેન્કોમાં ભારતીયોનાં નાણાંનો આંકડો 45 ટકા જેટલો ઘટી ગયો હતો.