મોદી-જિનપિંગ મુલાકાત બાદ સરહદે તણાવ ઘટ્યો, ટોપ કમાંડર્સને મળશે હોટલાઈન

બિજીંગ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે ચીનના વુહાનમાં યોજાયેલી મુલાકાત બાદ બન્ને દેશો વચ્ચે સરહદે સંબંધોમાં સુધાર જણાઈ રહ્યો છે. ગત વર્ષ ડોકલામમાં સર્જાયેલા તણાવ બાદ હવે માહોલ ધીરેધીરે સમાધાનના વાતાવરણ તરફ આગળ વધી રહ્યો છે.બન્ને દેશ તેમની સેનાના ટોચના અધિકારીઓ વચ્ચે હોટલઈન સેવા શરુ કરવા પણ સક્રિય થયા છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર બન્ને દેશોની સેનાઓ વચ્ચે સૈન્ય આદાન-પ્રદાન અને સંયુક્ત સૈન્યઅભ્યાસને લઈને પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

વરિષ્ઠ રક્ષાઅધિકારીઓના જણાવ્યા મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે અનઔપચારિક સમ્મેલન દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે, બન્ને દેશોની સેનાને એવી સલાહ આપવામાં આવે કે, તેઓ શાંતિ જાળવી રાખે અને સરહદ પર પેટ્રોલિંગ દરમિયાન પરસ્પર ટકરાવની સ્થિતિથી બચવાનો પ્રયાસ કરે.

બોર્ડર ડિફેન્સ કોઓપરેશન એગ્રીમેન્ટમાં (BDCA) બન્ને દેશ પોતપોતાની સેનાઓને પેટ્રોલિંગ દરમિયાન અંતર જાળવી રાખવા જણાવશે. લદ્દાખથી લઈને અરુણાચલપ્રદેશ સુધી આશરે 4057 કિમી લાંબી નિયંત્રણ રેખા ઉપર 23 જેટલા પોઈન્ટ એવા છે, જે વિવાદીત છે. જ્યાં બન્ને દેશોની સેના અવારનવાર આમને-સામને આવી જાય છે. વર્ષ 2017માં આવી 218 ઘટનાઓ બની હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]